: વીર નર્મદ યુનિવર્સિટીમાં ટેક્સટાઇલ અને જેમ્સ એન્ડ જ્વેલરી ડિઝાઇન સંબંધિત કોર્સ શરૂ કરાશે સુરત:વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ટેક્સટાઇલ અને જેમ્સ એન્ડ જ્વેલરી ડિઝાઇન સંબંધિત કોર્ષ શરૂ કરાશે. યુનિવર્સિટીના આર્કિટેક્ચર વિભાગ દ્વારા ટેક્સટાઇલ અને જેમ્સ એન્ડ જ્વેલરી ડિઝાઇન સંબંધિત કોર્ષ શરૂ કરાશે.
ઇન્ટરનેશનલ જ્વેલરી પાર્ક:આગળના દિવસોમાં સુરતમાં 500 કરોડ રૂપિયાનું ઇન્ટરનેશનલ જ્વેલરી પાર્ક બનવાનું છે. આવા સંજોગોમાં જો યુનિવર્સિટીનું શિક્ષણ અપગ્રેડ નહીં થાય તો નહીં ચાલે,એ યોગ્ય ગણાશે નહી. જેથી અમારી ઘણા સમયથી યુનિવર્સિટીના કુલપતિ અને અન્ય પ્રોફેસર જોડે આ કોર્ષ શરૂ કરવા માટે ચર્ચાઓ કરવામાં આવતી હતી. જેને લઈને જેમ્સ એન્ડ જ્વેલરી અને ટેક્સટાઇલ સંબંધિત કોર્ષ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો Agniveer Yojana: કોઈ પણ સુવિધા વગર રોડ પર પ્રેક્ટિસ કરી સુરત શહેરના 15 જેટલા યુવાનો અગ્નિવીર યોજનામાં જોડાયા
40 વિદ્યાર્થીઓને એડમિશન:બંને કોર્ષમાં ફક્ત 40 વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે. વિદ્યાર્થીઓ પાસે પ્રતિવર્ષના 60,000 રૂપિયા ફી લેવામાં આવશે. ઇન્ડસ્ટ્રીને એક નવો અને ટેલેન્ટેડ મેનપાવર પૂરો પાડવા માટેનો આ અભ્યાસ છે. વિભાગની અંદર વિદ્યાર્થીઓને થીયરીનો અભ્યાસ ત્રણેક કલાક સુધી કરાવાશે .તે સાથે પ્રાથમિક પ્રયોગશાળામાં વિદ્યાર્થીઓ પ્રયોગ કરી શકશે. વિદ્યાર્થીઓને ફિલ્ડનો અનુભવ થાય, કઈ રીતે ફિલ્ડ વર્ક કરવામાં આવશે. તે માટે વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીયલ સાથે જોડવામાં આવશે.
આ પણ વાંચો Surat news: સુરત મનપાનું આઇકોનિક ભવનનું નિર્માણ, સીએમ ભુપેન્દ્ર પટેલ કરશે ખાતમુહૂર્ત
પ્રક્રિયાઓ લિમિટેડ:ઇન્ડસ્ટ્રીઓમાં વર્ક કરવાની પ્રક્રિયાઓ લિમિટેડ હોય છે. જેથી ઇન્ડસ્ટ્રીને રેડી વર્ક મળી જશે. તેના કારણે ઇન્ડસ્ટ્રીમાં ગતિ પણ આવશે. ઇન્ડસ્ટ્રી વધુમાં વધુ પ્રગતિ કરી શકશે. જીડીપીમાં પણ વધારે જોવા મળશે. આ પ્રકારના કોર્ષથી સમાજમાં ઘણા બધા ફાયદાઓ થવાના છે. આ કોર્ષને જે વિદ્યાર્થીઓ પસંદ કરશે એ બધા જ વિદ્યાર્થીઓને વહેલી તકે સર્ટિફિકેટ પ્રમાણે તેમને જોબ મળી જશે. તે ઉપરાંત આ વિદ્યાર્થીઓ જ્યારે ઇન્ટરશીપ કરશે. એ સમયે ઇન્ડસ્ટ્રીયલ સ્ટાઈપેન મળે એ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે.
ફેરફારને અવકાશઃ વિદ્યાર્થીઓના જે પ્રકારે ડેટા મળશે તે પ્રકારે એડમિશનની પ્રક્રિયામાં ભવિષ્યમાં ફેરફાર કરવામાં આવશે. આજે અભ્યાસ છે. તે ખરેખર ઇન્ડસ્ટ્રી ને પૂરી પાડવા માટે નો અભ્યાસ છે.જેથી અમે ઇન્ડસ્ટ્રીયલ સાથે મળીને પાર્ટનરશીપ રાખવા માંગીએ છીએ.
એક્ઝિટ ઓપ્શન:વિદ્યાર્થીઓને સંપૂર્ણ રીતે આ કોર્ષ કરશે. તેમ છતાં અમે માસ્ટર ઓફ ડિગ્રી આપીશું જ. પરંતુ એના માટે એ વિદ્યાર્થીને પાંચ વર્ષ અભ્યાસ કરવો પડશે. જો કોઈ વિદ્યાર્થી એક વર્ષ અભ્યાસ કર્યાબાદ તેં અભ્યાસ છોડી વિભાગના સર્ટિફિકેટ પ્રમાણે જેતેં ઇન્ડસ્ટ્રીયલ માં કામ કરી શકશે. તે ઉપરાંત જે વિદ્યાર્થી બે વર્ષનો અભ્યાસ કરશે તો તેમને ડિપ્લોમાની સર્ટિફિકેટ આપવામાં આવશે.
ડિગ્રી કોર્ષ છેઃ ત્રણ વર્ષ સુધી અભ્યાસ કરે તો એની ડિગ્રી આપવામાં આવશે. ચાર વર્ષ સુધી અભ્યાસ કરશે તો તેને ડિગ્રી વિથ ઓનર્સ આપવામાં આવશે. પાંચ વર્ષ સુધી અભ્યાસ કરશે તો તેને માસ્ટર ઓફ ડિગ્રીની સર્ટિફિકેટ આપવામાં આવશે. પરંતુ આ કોર્સમાં દરેક તબક્કે એક્ઝિટ ઓપ્શન આપવામાં આવ્યું છે. વિદ્યાર્થી આ એક્ઝિટ ઓપ્શનનો ઉપયોગ કરીને સમાજમાં જશે ત્યારે તેને આવડત પ્રમાણે તેને જોબ મળી જશે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવચનમાં ઘણા સમયથી આપણે સાંભળીએ છીએ કે, આત્મ નિર્ભર ભારત અને મોકલ ફોર લોકલ આ બે વસ્તુઓ ઘણી અગત્યની છે. હવે સુરત સીટી જે ડાયમંડ અને ટેક્સટાઇલ બિઝનેસ માટે આખા વિશ્વમાં પ્રખ્યાત છે. સુરતમાં આગળના દિવસોમાં 500 કરોડ રૂપિયાનું ઇન્ટરનેશનલ જ્વેલરી પાર્ક બની રહ્યું છે. આવા સંજોગો માં જો યુનિવર્સિટીનું શિક્ષણ ભાગ ન લે તો એ યોગ્ય ગણાશે નહિ..---ડોક્ટર રાજેશ મહેતા (યુનિવર્સિટીના આર્ટિકચર ડિપાર્ટમેન્ટના એચઓડી)