ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત: અસલી પોલીસના હાથે નકલી પોલીસ આબાદ રીતે ઝડપાયો - Surat Latest News

સુરત: કતારગામ પોલીસ મથકમાં મિત્રની અરજીની ભલામણ કરવા આવેલ નકલી PSI પર કતારગામ પોલીસના સ્ટાફને શંકા જતા સમગ્ર ભાંડો ફૂટયો હતો. ગાંધીનગર ખાતે પોલીસ ભવનમાં PSI તરીકેની ફરજ બજાવતા હોવાની ઓળખ આપતા પોલીસે આઈ કાર્ડ ચેક કર્યો હતું. ત્યારે આઈકાર્ડ નકલી માલુમ પડતા કતારગામ પોલીસે નકલી PSI ની ધરપકડ કરી હતી.

surat
અસલી પોલીસના હાથે નકલી પોલીસ આબાદ રીતે ઝડપાયો

By

Published : Dec 15, 2019, 10:42 PM IST

સુરતના કતારગામ પોલીસ મથકમાં સાગર કાણાની નામના યુવક વિરુદ્ધ અરજી થઈ હતી. જે અરજીની ભલામણ માટે કિશન અશોકભાઈ જેતાની પોલીસ મથકે આવ્યો હતો. કિશને કતારગામ પોલીસને પોતાની ઓળખ ગાંધીનગર ખાતે પોલીસ ભવનમાં ફરજ બજાવતા PSI તરીકે આપી હતી. પોલીસની જેમ જ કમર પર લટકતી ગન અને પોલીસ જેવો હાઉભાઉ કિશને પોલીસ સામે બતાવ્યો હતો. તે દરમિયાન જે ગન લટકતી હતી. તે મેડ ઇન ચાઇનાની હતી. જેથી કતારગામ પોલીસને શંકા જતા આઈકાર્ડની માંગણી કરી હતી. જે ચેક કરતા માલુમ પડ્યું કે આઈકાર્ડ બનાવટી છે. જ્યાં નકલી PSIનો ભાંડો ફૂટતા પોલીસે તેની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી હતી.

અસલી પોલીસના હાથે નકલી પોલીસ આબાદ રીતે ઝડપાયો

પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું કે, કિશન અશોકભાઈ જેતાનીએ પરિવારને પણ ઊંધે રસ્તે ચઢાવ્યાં હતા. પોતે પોલીસ ખાતામાં નોકરી કરે છે અને દર મહિને 40 હજાર જેટલો પગાર પાડે છે. તેવી મોટી મોટી વાતો તેણે પરિવારના સભ્યોને કરી અંધારામાં રાખ્યા હતા, એટલુ જ નહીં પરંતુ પિતા અશોકભાઈએ પાસેથી પોલીસની નોકરી મેળવવાના નામે 5 લાખ રૂપિયા જેટલી રકમ પણ પડાવી લીધી હતી. પુત્રના આ કારનામાંથી પરિવાર તદ્દન અંજાણ હતું. આ સાથે જ પોતે નકલી PSI હોવા છતાં સમાજના લોકોને પણ અંધારામાં રાખ્યા હતા. સમાજ દ્વારા તેનું એક PSI તરીકે સન્માન પણ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details