સુરત: દેશભરમાં કોરોના વાઈરસના પગલે લોકડાઉન છે. પેટ્રોલ પંપ તેમજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ વહેંચતી દુકાનો સિવાયની દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ લોકોને કામ વગર બહાર ન જવા આદેશ આપવામાં આવ્યો છે.
કોરોના વાઈરસ સામે સાવચેત સુરત : માસ્ક નહિ તો ડીઝલ-પેટ્રોલ પણ નહિ - corona update
કોરોના વાઈરસને લઇ સુરત પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પેટ્રોલ પંપ પર માસ્ક પહેર્યા વગર આવતા વાહન ચાલકોને ડીઝલ કે પેટ્રોલ ભરી આપવા આવશે નહિ. કોરોના વાઈરસના ફેલાવાને રોકવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોએ પણ આ નિર્ણયને પ્રસંશા સાથે આવકાર્યો છે.
રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સાવચેતીના માટે આકરા પગલાં પણ ભરવામાં આવી રહ્યા છે. કોરોના વાઈરસના પગલે લોકડાઉન દરમિયાન સુરત પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પેટ્રોલ પંપ પર માસ્ક વગર આવતા વાહનચાલકોને પેટ્રોલ-ડીઝલ ભરી આપવાની સખત મનાઈ ફરમાવી દેવામાં આવી છે. પેટ્રોલ પંપ પર કામ કરતા કર્મચારીઓ દ્વારા કોરોના વાઈરસના ફેલાવાને અટકાવવા જરૂરી સાવચેતી રાખવામાં આવી રહી છે.
કેટલાક વાહનચાલકો માસ્ક વગર પેટ્રોલ પંપ પર ડીઝલ કે પેટ્રોલ ભરાવવા આવી રહ્યા હોવાની વાત પેટ્રોલ પંપ એસોસિયેશનના ધ્યાને આવી હતી. જે કારણે સાવચેતીના ભાગ રૂપે માસ્ક વગર આવતા વાહન ચાલકોને પેટ્રોલ અને ડીઝલ ભરી આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પેટ્રોલ પંપ પર કામ કરતા કર્મચારીઓને તેનો ચેપ ન લાગે અને વાહન ચાલકોની પણ સુરક્ષા જળવાઇ તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં પેટ્રોલ પંપ પર સુચનાપત્ર પણ લગાવવામાં આવ્યા છે.