ગુજરાત

gujarat

ETV Bharat / state

બારડોલીમાં કોરોના વેક્સિનેશનનો પ્રારંભ, પ્રથમ ડોઝ આરોગ્ય અધિકારીને આપાયો - Cabinet Minister of State

બારડોલીમાં આજથી કોરોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજયના કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારે રસીકરણ અભિયાની શરૂઆત કરાવી છે. બારડોલી તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. હેતલ ચૌધરીને પ્રથમ રસી આપવામાં આવી હતી.

બારડોલીમાં કોરોના વેક્સિનેશનનો પ્રારંભ, પ્રથમ ડોઝ આરોગ્ય અધિકારીને આપાયો
બારડોલીમાં કોરોના વેક્સિનેશનનો પ્રારંભ, પ્રથમ ડોઝ આરોગ્ય અધિકારીને આપાયો

By

Published : Jan 16, 2021, 5:38 PM IST

  • પ્રથમ દિવસે 100 લાભાર્થીઓ રસી મુકાવશે
  • કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારે રસીકરણ કામગીરીનો કરાવ્યો આરંભ
  • લાભાર્થીઓને તબક્કાવાર વેક્સિન મુકવામાં આવશે

સુરતઃબારડોલીમાં આજથી કોરોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યના કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારે દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાની શરૂઆત કરાવી હતી. બારડોલી તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. હેતલ ચૌધરીને પ્રથમ રસી મુકવામાં આવી હતી. બારડોલી સહિત સુરત જિલ્લામાં શનિવારથી વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે. બારડોલીના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારે આ રસિકરણનો પ્રારંભ કરાવ્યો હતો.

બારડોલીમાં કોરોના વેક્સિનેશનનો પ્રારંભ, પ્રથમ ડોઝ આરોગ્ય અધિકારીને આપાયો

દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન

સૌપ્રથમ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાને દેશવાસીઓને સંબોધન કર્યા બાદ બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલમાં દીપ પ્રાગટ્ય કરી રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ઈશ્વર પરમારે દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાન શરૂ કરાવ્યું હતું.

બારડોલીમાં કોરોના વેક્સિનેશનનો પ્રારંભ, પ્રથમ ડોઝ આરોગ્ય અધિકારીને આપાયો

સૌથી પહેલા કોરોના વોરિયર્સને રસી આપવામાં આવશે

આ પ્રસંગે કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે, આ દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન છે. જેમાં સૌપ્રથમ કોરોના વોરિયર્સ જેવા કે ડોકટર, નર્સ, સફાઇ કામદાર અન્ય મેડિકલ સ્ટાફ અને ફ્રન્ટ લાઈનરને પ્રથમ તબક્કામાં સમાવેશ કરવામાં આવ્યો છે.

બારડોલીમાં કુલ 48 હજાર 788 લાભાર્થીઓને રસી આપવામાં આવશે

તેમણે બારડોલીમાં લાભાર્થીઓ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, બારડોલીમાં કુલ 1889 હેલ્થ વર્કર્સ, 50 વર્ષથી ઉપરના 45 હજાર 121 અને 50 વર્ષની નીચેના ગંભીર બીમારી વાળા 1778 લાભાર્થીઓનો સમાવેશ થાય છે. આમ કુલ 48, 788 લાભાર્થીઓને રસીકરણનો લાભ મળશે. આ તમામને તબક્કાવાર કોરોના વેક્સિન મુકવામાં આવશે.

પ્રથમ દિવસે 100 લાભાર્થીઓના નામ

બારડોલીમાં પ્રથમ દિવસે 100 લાભાર્થીઓને રસી મુકવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં 70 સરકારી સ્ટાફ અને 30 ખાનગી ડોકટર્સ કોરોના રસી મુકાવામાં આવશે

રસી લીધા બાદ પણ કોરોના નિયમોનું પાલન કરવું

તેમણે રસી લીધા પછી પણ કોરોનાના નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો. પ્રથમ ડોઝ લીધા પછી એક મહિનામાં બીજો ડોઝ લેવો પણ જરૂરી હોવાનું પ્રધાને જણાવ્યું હતું.

રસીકરણ સાથે જોડાયેલી અફવા પર ધ્યાન ન આપવા અપીલ

આ પ્રસંગે બારડોલીના પ્રાંત અધિકારી વી.એન.રબારીએ પણ પ્રાસંગિક પ્રવચન કરી કોરોના રસીથી ન ગભરાવા માટે અપીલ કરી હતી. તેમણે રસીકરણ અંગે ચાલી રહેલી અફવાથી દૂર રહેવા ઉપસ્થિત લાભાર્થીઓને જણાવ્યું હતું. બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડૉ. અમૃત પટેલે આભારવિધિ કરી હતી.

તાલુકા હેલ્થ ઓફિસરે પહેલી રસી મુકાવી

કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારે સમગ્ર રસીકરણની પ્રક્રિયા સમજી હતી, ત્યારબાદ રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ બારડોલીના તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. હેતલ ચૌધરીને રસી મુકવામાં આવી હતી. રસી લીધા બાદ રિકવરી રૂમમાં તેમણે જણાવ્યું હતું કે, મેં રસી મુકાવી છે. અત્યારસુધી મને કોઈ તકલીફ કે, આડ અસર થઈ નથી. 28 દિવસ પછી બીજો ડોઝ મુકવામાં આવશે. તેમણે અન્ય લાભાર્થીઓને પણ આ રસીકરણ અભિયાનમાં લાભ લેવા જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details