- સંસ્કાર ભારતી સ્કૂલ વધુ બે વિદ્યાર્થીઓ પોઝેટીવ
- બંને વિદ્યાર્થીઓ એક પરિવારના
- માતા કોરોના સંક્રમિત થતાં ચેપ લાગ્યો
સુરતઃ સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલ સંસ્કાર ભારતી સ્કૂલનાં વધુ બે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત(Students corona positive in Surat) થયા છે. આ પહેલા પણ આ સ્કૂલના ધોરણ 11ના ત્રણ જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ શાળાને સુરત આરોગ્ય વિભાગ(Surat Health Department) દ્વારા સાત દિવસ માટે બંધ રાખવામાં આવ્યો હતો અને આજે ફરીથી ધોરણ- 10 અને 8ના બે વિદ્યાર્થીઓના કોરોના સંક્રમિત(corona update in Surat) થયા છે. જો કે આ બંને વિદ્યાર્થીઓ ભાઈ બહેન જ છે.
બંને ભાઈ-બહેનના માતા કોરોના સંક્રમિત થતાં ચેપ લાગ્યો
કોરોના સંક્રમિત થયેલા વિદ્યાર્થીઓ એક જ ઘરના છે. બંને ભાઈ - બહેન છે. તેમને માતા કોરોના સંક્રમિત થતાં ચેપ લાગ્યો છે. કારણ કે આ બંને વિદ્યાર્થીઓએ સ્કૂલમાં જાણ કરી જ હતી કે, પરિવારમાં માતાને કોરોના પોઝેટીવ છે એટલે આ બંનેઉ ભાઈ બહેનો સ્કૂલે આવાનું બંધ કરી દીધું હતું. તેમના સાથે આજુબાજુનાં પડોશીઓને પણ ટેસ્ટિંગ(Testing of Surat Corona) આવ્યું હતું. જો કે તમામ નેગેટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં ત્રણ મહિનામાં કુલ 28 જેટલા વિદ્યાર્થીઓ કોરોના(Surat corona cases) સંક્રમિત થયા છે.
આ પણ વાંચોઃ Corona affected to Students: વડોદરાની નવરચના સ્કૂલમાં વિદ્યાર્થી કોરોના સંક્રમિત, DEO સ્કૂલને આપશે શો કોઝ નોટિસ
આ પણ વાંચોઃ corona omicron variant: વલસાડમાં ઓમીક્રોનને પોહચી વળવા તંત્ર સજ્જ, સિવિલમાં 60 બેડનો વોર્ડ શરૂ