સુરતઃ હવે દિલ્હીની જેમ સુરતમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓ પોતાના ઘરે રહી સારવાર મેળવી શકશે. સુરતમાં હાલ 10 કોરોના પોઝિટિવ દર્દીઓ હોમ બેઇઝ ટ્રીટમેન્ટ મેળવી રહ્યા છે. શહેરમાં કેસો વધતા કતારગામ રાંદેર, અઠવા ઝોનમાં હોમ બેઇઝ ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે.
હવે દિલ્હીની જેમ સુરતમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓ ઘરે રહી સારવાર મેળવી શકશે - બંછા નિધી પાની
કોરોના વાઇરસના કહેર વચ્ચે હવે દિલ્હીની જેમ સુરતમાં પણ કોરોનાથી સંક્રમિત દર્દીઓ પોતાના ઘરે રહીને સારવાર મેળવી શકશે. આ પોઝિટિવ દર્દીઓ હોમ બેઇઝ ટ્રીટમેન્ટ મેળવી શકશે.
કોરોના વાઇરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં અઠવા, કતારગામ રાંદેરમા હોમ બેઇઝ ટ્રીટમેન્ટ શરૂ થતા કોરોના પોઝિટિવ દર્દીઓ ઘરબેઠા સારવાર લઇ રહ્યા છે. સોમવારે બપોર સુધી 21 જેટલા પોઝિટિવ દર્દીઓ આવતા સુરતમાં કોરોના કેસોની સંખ્યા 2051 પર પહોંચી છે. સુરતમાં અત્યાર સુધી દર્દીઓની સારવાર સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે થતી હતી, પરંતુ હવે મનપા દિલ્હી પેટર્ન અપનાવી આ દર્દીઓની સારવાર હવે ઘરમાં શક્ય બની છે અને શરતોને આધીન રહી હવે કોરોના વાઇરસ દર્દીઓ પોતાના ઘરે જ કોરોનાની સારવાર મેળવી શકશે અને હાલ સુરતમાં 10 જેટલા કોરોના વાઇરસ દર્દી પોતાના ઘરે જ સારવાર મેળવી પણ રહ્યા છે.