ગુજરાત

gujarat

By

Published : Mar 25, 2020, 1:48 PM IST

ETV Bharat / state

માત્ર 72 કલાકમાં સુરતમાં 250 બેડની સુવિધાવાળી કોરોના હોસ્પિટલ તૈયાર 

સુરત શહેરના મજુરા ગેટ ખાતે આવેલા નવી સિવિલ હોસ્પિટલમાં માત્ર 72 કલાકમાં કોરોના હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે. જેમાં કોરોના દર્દીઓની સારવાર માટે તમામ મેડિકલ ઉપકરણ ઉપલબ્ધ છે. તેમજ નવનિર્મિત સ્ટેમ્પ સેલ બિલ્ડિંગમાં તૈયાર કોરોના હોસ્પિટલમાં 250 બેડની સુવિધા કરાઈ છે.

surat
surat

સુરતઃ શહેરના મજુરા ગેટ ખાતે આવેલા નવી સિવિલ હોસ્પિટલમાં માત્ર 72 કલાકમાં કોરોના હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે. જેમાં કોરોના દર્દીઓની સારવાર માટે તમામ મેડિકલ ઉપકરણ ઉપલબ્ધ છે. તેમજ નવનિર્મિત સ્ટેમ્પ સેલ બિલ્ડિંગમાં તૈયાર કોરોના હોસ્પિટલમાં 250 બેડની સુવિધા કરાઈ છે.

માત્ર 72 કલાકમાં સુરતમાં 250 બેડની સુવિધાવાળી કોરોના હોસ્પિટલ તૈયાર
ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના વાઈરસના કેસોને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારે સુરતમાં 72 કલાકમાં કોરોના હોસ્પિટલ ઊભી કરવાના આદેશ આપ્યા હતા. કોરોના વાઈરસને ડામવવા ખાસ સ્પેશ્યલ ઓફિસર ઓન ડ્યુટી અનેે સુરત જિલ્લાના પૂર્વ કલેક્ટર મહેન્દ્ર પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. તેમની મોનિટરિંગમાં આ હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીને પણ આ નવનિર્મિત કોરોના હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

ABOUT THE AUTHOR

...view details