સુરત:દેશભરમાં કોરાનાની ત્રીજી લહેરમાં (Third wave of corana) કોરોનાના કેસો 5 ગણી તીવ્રતાથી વધી રહ્યા છે. જેમાં સુરતમાંથી એક જ અઠવાડિયામાં કોવિડ-19ના (Surat Civil Hospital) 32 કેસો સામે આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, કોવિડ-19 હોસ્પિટલમાં 50 ટકા જેટલા કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો (corona case in Surat) થયો છે.
સુરતમાં કોરોનાના કેસનો રાફળો ફાટ્યો
સુરતમાં દિવસેને દિવસે કોરોનાના કેસનો રાફળો ફાટ્યો છે, ત્યારે સુરતની કોવિડ-19 હોસ્પિટલમાં પણ એક જ અઠવાડિયાની અંદર 50 ટકા જેટલા દર્દીઓનો ઉમેરો થયો છે. આ સપ્તાહ પહેલા આજ કોવિડ હોસ્પિટલમાં કોરાનાના ફક્ત છ દર્દી જ સારવાર હેઠળ હતા. જેમાં સાત દિવસની અંદર 32 બીજા દર્દીઓનો વધારો નોંધાયો છે.
સુરતમાં કોરાના કેસોમાં 50 ટકાનો વધારો
સુરતમાં કોરોનાના વધતા જતા કેસોને પગલે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા તમામ દર્દીઓની કોવિડ-19 ચેકઅપની પ્રકિયા કરાઇ હતી. જેમાં છેલ્લા બે દિવસની અંદર હોસ્પિટલના ટ્રોમાસેન્ટરમાં 220 જેટલા દર્દીઓનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 15નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે અમુક દર્દીઓને હોમઆઇસોલેટ કરવામાં આવ્યા છે તો અમુકને હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી હતી.