સુરત : શહેરમાં 20 દિવસ બાદ કોરોના પોઝેટીવનો પ્રથમ કેસ (Surat Covid Testing) સામે આવ્યો છે. શહેરમાં દુબઇથી ટ્રાવેલ્સ કરીને આવેલા 25 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Dubai youth corona positive in Surat) આવ્યો છે. ગત 30 નવેમ્બરના રોજ વેપાર માટે દુબઈ ગયો હતો. ત્યાંથી આવીને તેમનું સુરત એરપોર્ટ પર રેપિડ RTPCR ચેક કરવામાં આવ્યું હતું.(Corona case in Surat)
આ પણ વાંચોકોરોનાને લઈને સતર્કતા, શાળાઓમાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન સુચના
કોવિડ ટેસ્ટિંગ યુવકનો પોઝેટીવ સેમ્પલ જીનોમ સિકવન્સીંગ માટે GRBC ગાંધીનગર ખાતે મોકલી દેવામાં આવ્યો છે. જેથી થકી જાણી શકાશે કે તેમનો કોરોના પોઝિટિવ રિપોર્ટમાં કયા પ્રકારના વેરિયન્ટ છે. ઉપરાંત યુવકના પરિવારનાચાર સભ્યોનું કોવિડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.તમામ સભ્યો નેગેટિવ આવ્યા છે. યુવકને હાલ હોમ આઇસોલેશનમાં જ સારવાર માટે રાખવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 7 ડિસેમ્બરના રોજ કોરોનાનો છેલ્લો કેસ નોંધાયો હતો. (person from Dubai in Surat)
આ પણ વાંચોકોરોનાની લહેરને લઈને જૂનાગઢ હોસ્પિટલમાં તૈયારીને અપાયો આખરી ઓપ
મ્યુનિસિપલ કોર્પોરેશન સતર્ક આજે ફરી પાછી કોરોનાનો 1 કેસ નોંધાયો છે. કોરોના સંક્રમણ અટકાવવા માટે જે રીતે મ્યુનિસિપલ કોર્પોરેશન સતર્ક થઈ ચૂક્યું છે. તે રીતે જ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ પોતાની સતર્કતા દાખવતા આજરોજ શહેરની તમામ ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ શાળાઓને કોવિડ-19ના નિયમોનું પાલન કરવા માટે આદેશ કર્યો છે. જોકે રાજ્યમાં આ પહેલા અમદાવાદ અને વડોદરા ખાતે એક-એક કોરોનાનો કેસ નોંધવામાં આવ્યો હતો. તે લોકો પણ આજે સાજા થઇ ગયા છે. (Covid 19 in Surat)