ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં કોરોના ઘટ્યો પરંતુ સ્વાઇન ફલૂ માથું ઊંચકી રહ્યો - કોરોના સંક્રમણ

સુરત શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે કોરોના ઘટ્યો પરંતુ સ્વાઇન ફ્લૂ માથું ઊંચકી રહ્યો છે. શંકાસ્પદ કેસ દેખાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ત્રીજી લહેર વચ્ચે સ્વાઇન ફલૂ માટે 2 શંકાસ્પદ કેસના સેમ્પલ લેવામાં આવ્યા છે. અઠવા ઝોન અને લિંબાયત ઝોનમાંથી સેમ્પલ લેેવાયા છે.

સુરત સિવિલ હોસ્પિટલ
સુરત સિવિલ હોસ્પિટલ

By

Published : Jul 20, 2021, 1:41 PM IST

  • કોરોના ઘટ્યો પરંતુ સ્વાઇન ફલૂ ઊંચકાયો
  • ત્રીજી લહેર વચ્ચે સ્વાઇન ફલૂ માટે સેમ્પલો લેવાયા
  • સ્વાઇન ફ્લૂના 2 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાયા

સુરત :શહેરમાં કોરોના સંક્રમણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત સુરત શહેરમાં કોરોના 5 પોઝિટિવ કેસ નોંધાયા હતા કોરોના કેસ ઘટવાની સાથે લોકો શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સ કે માસ્ક વગર જોવા મળ્યા હતા.

સ્વાઇન ફલૂ માટે 2 શંકાસ્પદ દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા

બીજી લહેર વચ્ચે સ્વાઈન ફ્લૂના બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. સ્વાઇન ફલૂ માટે 2 શંકાસ્પદ દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા છે અઠવા ઝોન અને લિંબાયત ઝોનમાંથી સેમ્પલ લેેવાયા છે.

આ પણ વાંચો : કોરોનાના કહેર વચ્ચે જામનગરમાં સ્વાઇન ફ્લૂ એ દેખા દીધી

શંકાસ્પદ દર્દીના સેમ્પલ લઇને હોસ્પિટલમાં દાખલ કર્યા

સ્વાઈન ફ્લૂના બે શંકાસ્પદ કેસ મળી આવતા મનપા તંત્ર દોડતું થઇ ગયું છે. સ્વાઇન ફ્લૂના બન્ને શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લઇ હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details