ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News: VNSGUમાં દીક્ષાંત સમારોહ યોજાયો, શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયા રહ્યા હાજર

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં 54માં દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં 71 વર્ષના અમરિષકુમાર રામચંદ્ર ભટ્ટે રાજ્ય શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયા હસ્તે એમ.એ ઈન પોલિટિકલ સાયન્સમાં પદવી સ્વીકારી ત્યારે સૌએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.

VNSGUમાં દીક્ષાંત સમારોહ યોજાયો, પ્રફુલ પાનસેરીયા રહ્યા હાજર
VNSGUમાં દીક્ષાંત સમારોહ યોજાયો, પ્રફુલ પાનસેરીયા રહ્યા હાજર

By ETV Bharat Gujarati Team

Published : Aug 25, 2023, 1:45 PM IST

VNSGUમાં દીક્ષાંત સમારોહ યોજાયો, પ્રફુલ પાનસેરિયા રહ્યા હાજર

સુરત: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં 54મોં દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં યુનિવર્સિટીના વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવ્યું હતું. તથા 31.748 વિદ્યાર્થીને પીએચ.ડી. સહિતની પદવી એનાયત કરવામાં આવી હતી. તે સાથે જ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દીક્ષાંત સમારોહમાં પોતાના ગ્રુપ સાથે ડ્રેસ કોડ સાથે પણ જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓ ઉત્સાહથી દીક્ષાંત સમારોહમાં જોડાયા હતા.

VNSGUમાં દીક્ષાંત સમારોહ યોજાયો, પ્રફુલ પાનસેરિયા રહ્યા હાજર

" મારું નામ અમરિષકુમાર રામચંદ્ર ભટ્ટ છે. હું 71 વર્ષનો છું. હું મૂળ અમદાવાદનો છું. હું ત્યાં ગુજરાત કોલેજમાંથી B.SCની ડિગ્રી મેળવી હતી. જે આજથી 50 વર્ષ પહેલા લીધી હતી. ત્યારબાદ હું ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જોબ કરતો હતો. ત્યાંથી મને સુરત મોકલવામાં આવ્યો હતો. અને અહીં મેં જર્નાલિઝમની ડીગ્રી ગોલ્ડ મેડલ સાથે મેળવી હતી. તે ડિગ્રી મે 1991માં મેળવી હતી. ત્યારબાદ મેં સમાચાર પત્રક સાથે જોડાયેલો હતો. ત્યારબાદ મેં કાપડ ઉદ્યોગને લગતા સમાચાર પત્રક પણ ચલાવ્યું હતું. ."--અમરિષકુમાર રામચંદ્ર ભટ્ટ ( વિદ્યાર્થી)

VNSGUમાં દીક્ષાંત સમારોહ યોજાયો, પ્રફુલ પાનસેરિયા રહ્યા હાજર

શિક્ષણની સેકન્ડ ઈનિંગ:આ સમારોહમાં 71 વર્ષના અમરિષકુમાર રામચંદ્ર ભટ્ટે રાજ્ય શિક્ષણપ્રધાન પ્રફુલ પાનસેરિયાના હસ્તે એમ.એ ઈન પોલિટિકલ સાયન્સમાં પદવી સ્વીકારી ત્યારે સૌએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. તેઓ આ પહેલા વર્ષ 1973માં B.SCની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેઓ LLB તેમજ જર્નાલિઝમ કર્યું હતું. ફરી પછી તેઓ 50 વર્ષ પછી ‘શિક્ષણની સેકન્ડ ઈનિંગ’ તરીકે એમ.એ.ની ડિગ્રી સાથે કોલેજમાં કમબેક કર્યું. તેઓએ એમ.એ ઈન પોલિટિકલ સાયન્સ બાદ સેકન્ડ માસ્ટર ડિગ્રી તરીકે તેમણે એમ.એ ઈન હિન્દુ સ્ટડીઝનો અભ્યાસ પણ શરૂ કરી દીધો છે.

VNSGUમાં દીક્ષાંત સમારોહ યોજાયો, પ્રફુલ પાનસેરિયા રહ્યા હાજર

સમારોહનો ભવ્ય શુભારંભ:આ દીક્ષાંત સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના શિક્ષણપ્રધાન પ્રફુલ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે પીએચ.ડી અને 5 એમ.ફિલ પદવી ધારકો સહિત 12 વિદ્યાશાખાના 82 અભ્યાસક્રમોના 31.748 યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. શંખનાદ, વૈદિક મંત્રોચ્ચાર અને તૈતરીય ઉપનિષદના શ્લોક ગાન દ્વારા ભારતીય પારંપરિક સંસ્કૃતિની ઝલક સાથેનો સમારોહનો ભવ્ય શુભારંભ સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

" આપણી યુનિવર્સીટીમાં 54 માં દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં યુનિવર્સિટીના વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવ્યું હતું. આ દીક્ષાંત સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે પીએચ.ડી અને 5 એમ.ફિલ પદવી ધારકો સહિત 12 વિદ્યાશાખાના 82 અભ્યાસક્રમોના 31.748 યુવા છાત્ર-છાત્રાઓને પદવી એનાયત કરવામાં આવી હતી.--" ડો.કિશોરસિંહ ચાવડા (વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી કુલપતિ)

સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યો:જે અંતર્ગત દીક્ષાંત સમારોહમાં આર્ટ્સમાં 9.533 બી.એડ.માં 783, વિજ્ઞાનમાં 4.666, ટેકનોલોજી એન્જિનિયરિંગમાં 7, કાનૂનમાં 657, મેડિસિનમાં 771, હોમિયોપથીમાં 50, કોમર્સમાં 12045, રૂરલ સ્ટડીઝમાં 130, મેનેજમેન્ટ સ્ટડીઝમાં 164, કોમ્પ્યુટર સાયન્સ માં 3.927 અને આર્કિટેક્ચર એન્ડ ડિઝાઇનમાં 15 મળી કુલ 31.748 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. તે સાથે પીએચડીમાં 59 અને એમ.ફિલ.માં 5 પદવી એનાયત થશે. જેમાં કોમર્સ વિદ્યાશાખામાં 12.045 અને 64 પીએચ.ડી.-એમ.ફિલ.ની સૌથી વધુ પદવી એનાયત કરવામાં આવી હતી. તથા આ સમારોહનું શંખનાદ, વૈદિક મંત્રોચ્ચાર અને તૈતરીય ઉપનિષદના શ્લોક ગાન દ્વારા ભારતીય પારંપરિક સંસ્કૃતિની ઝલક સાથેનો ભવ્ય શુભારંભ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

  1. Surat News : સુરત જિલ્લા સ્વાગત નિરાકરણ કાર્યક્રમમાં રજૂઆતની અસર, દબાણ પર બુલડોઝર ફર્યું
  2. Surat Accident News : મહુવાના આંગલધરા નજીક બે બસ ધડકાભેર અથડાઈ, 6 મુસાફરો ઈજાગ્રસ્ત

ABOUT THE AUTHOR

...view details