સૂરતમાં નાયલોન યાર્ન ઉપર સ્પિનર્સ દ્વારા એન્ટિડમ્પિંગ ડ્યુટી નાંખવાની માંગણી બાદ વિવાદ - SURAT NEWS
આયાત કરાતા નાયલોન યાર્ન ઉપર સ્પિનર્સ દ્વારા એન્ટિડમ્પિંગ ડ્યુટી નાંખવાની માગણી બાદ વિવર્સ એસોસિએશન અને નાયલોન સ્પિનર્સ એસોસિએશન વચ્ચે વિવાદ સર્જાયો છે. એન્ટિડમ્પિંગ ડ્યુટી મુદ્દે વિવર્સ એસોસિએશન ખોટી રજૂઆત અને લોકોને ગુમરાહ કરી રહ્યાં હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. જ્યારે વિવર્સ એસોસિએશને આ આરોપોને વખોડી કાઢ્યાં છે.
નાયલોન યાર્ન ઉપર સ્પિનર્સ દ્વારા એન્ટિડમ્પિંગ ડ્યુટી નાંખવાની માગણી બાદ વિવાદ
સૂરત : એન્ટિડમ્પિંગ ડ્યુટીના વિરોધમાં છેલ્લાં કેટલાક સમયથી વિવર્સ એસોસિએશન રજૂઆત કરે છે અને આ રજૂઆતનો મુદ્દો ત્યારે વિવાદમાં આવ્યો જ્યારે નાયલોન સ્પિનર્સ એસોસિએશનના હોદે્દારોએ પોતાનો પક્ષ રજૂ કરી વિવર્સ તરફથી આપવામાં આવેલા આંકડાઓને તદ્દન ખોટાં ગણાાવ્યાં હતાં. નાયલોન સ્પિનર્સ એસોસિએશને જણાવ્યું હતું કે લૂમ્સ સ્ક્રેપ થવાના અને કારીગરો બેરોજગાર થવાની વાતો તદ્દન ખોટી છે. નવી મશીનો અપગ્રેડ થવાના કારણે જૂની મશીનો કાઢી દેવામાં આવી છે.