સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ સુમન શાળા નંબર 14 વિવાદમાં (Suman School No 14 in controversy)આવી છે. સુમન શાળા નંબર 14 માં ધોરણ 8 ના વિદ્યાર્થીઓને ધોરણ નવમાં પ્રવેશ ન આપતા 30થી 35 જેટલા વિદ્યાર્થીઓ સાથે મળી સુરત જિલ્લા કલેકટર કચેરીમાં (Students in standard 9 in Suman Schoo)આ બાબતે તેને લઇને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. આ વિદ્યાર્થીઓ હાથમાં બેનરો લઇને જેમાંશિક્ષા હમારા અધિકાર બેટી પઢાઓ બેટી બચાવો હમે એડમિશન ચાહિયે આવા નારાઓ પણ લગાવામાં આવ્યા હતા.
છોકરાઓ સાથે અન્યાય કરવામાં આવ્યો -શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ બિરી વંદના સુમન શાળા નંબર 14ના આ છોકરાઓ સાથે અન્યાય કરવામાં આવ્યો છે. આ શાળામાં છોકરાઓનો અધિકાર છીનવામાં આવી રહ્યો છે. આ જ બાબતને લઈને અમે પાંચ-છ દિવસ પહેલા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ માટે શહેરના મેયરને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શિક્ષણ સમિતિ ચેરમેનને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શિક્ષણ સમિતિ ચેરમેન (Vadodara Education Committee)અને પાંચ દિવસનો સમય આપ્યો હતો.
આ પણ વાંચોઃહેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના 38 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા
છોકરાઓને એડમિશન આપવામાં આવ્યું નથી -પરંતુ આજે છઠ્ઠો દિવસ છે હજી સુધી આ છોકરાઓને એડમિશન આપવામાં આવ્યું નથી. તો તેઓ કહે છે આ બાળકોને પ્રાઇવેટમાં અભ્યાસ આપવામાં આવે પરંતુ તેમના માતા-પિતાની એટલી આવક નથી કે તેઓ પ્રાઇવેટમાં અભ્યાસ કરાવી શકે આ છોકરાઓ આજદિન સુધી એક સરકારી શાળામાં ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો છે તો પછી આગળ કેમ નહીં. એમની સાથે ન્યાય કેમ નથી કરવામાં આવતો ગુજરાત સરકારના એક આવેદનપત્ર આપવાનો છું કે, ગુજરાતમાં શિક્ષા માં આટલું અન્યાય કેમ?
આ છોકરાઓના ભવિષ્ય સાથે ચેડા -વધુમાં જણાવ્યું કે, આ છોકરાઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. શિક્ષણ પ્રત્યે અન્યાય કેમ? અમે આ જ બાબતને લઈને 5 થી 6 દિવસ સુધી હેરાન પરેશાન થઈ રહ્યા છે. અને હાલ 13થી 14 તારીખ દરમિયાન તમામ શાળાઓ ખૂલી જશે. આ છોકરાઓને એડમિશન નહીં મળશે તો આ છોકરો ક્યાં જશે. અભ્યાસ માટે જે સપના જોયા હશે તે અત્યાર થીજ અધૂરા રહી જશે.
આ પણ વાંચોઃજો ભવિષ્યમાં કઈક કરવું હોય તો ચોક્કસથી આ સેમિનારમાં ભાગ લઈ શકાય
એડમિશન લઈને તમારી કોઈ મદદ નહીં કરી શકું -સુરત કલેકટરને 26મી તારીખના રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે, સુમાન શાળા નંબર 14 માં અમને એડમિશન આપવામાં આવે પરંતુ ત્યાં પણ કોઇ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નહિ. શાળાના પ્રિન્સીપાલ જોડે અમે આ બાબતે ચર્ચા કરી ત્યારે અમને આ બાબતે પ્રિન્સીપાલ દ્વારા એમ કહેવામાં આવ્યું કે, હું એડમિશન લઈને તમારી કોઈ મદદ નહીં કરી શકું. અમને ઉપર થી જે આદેશ આપવામાં આવ્યો છે. તેમણે જ અમને કહ્યું કે તમે પ્રાઇવેટમાં જતા રહો અને શા માટે પ્રાઇવેટમાં જઇએ અમે પેહલા થી જ સરકારી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. અમે આઠ વર્ષથી ભણી રહ્યા છે ત્યારે અને આગળ પણ સરકારી શાળામાં જ અભ્યાસ કરવા માંગીએ છીએ. અમારા પરિવારની આર્થિક આવક એટલી નથી કે અમે લોકો અંગ્રજી શાળામાં અભ્યાસ કરી શકીએ.