ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાના પાણીગેટ ખાતે કરોડોના ખર્ચે નિર્માણ કરાશે પોલીસ સંલગ્ન કચેરીઓ: પ્રદિપસિંહ જાડેજા - VDR

વડોદરા: શહેરમાં આવેલા પાણીગેટ વિસ્તાર કે જે કોમ્યુનલ દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ ગણાય છે. તેવા વિસ્તારમાં પોલીસની સતત હાજરી રહે તે આશયથી આ વિસ્તારમાં 8.18 કરોડના ખર્ચે પોલીસ સ્ટેશન સહિત અન્ય પોલીસ સંલગ્ન કચેરીઓ અને આવાસોનું નિર્માણ કરવામાં આવશે.

પ્રદિપસિંહ જાડેજા

By

Published : Jun 22, 2019, 10:32 AM IST

વડોદરા શહેરમાં આવેલા પાણીગેટ વિસ્તાર કે જ્યાં ભૂતકાળમાં ઘણી વખત ખંજરબાજી હત્યા અને લૂંટફાટના બનાવો સતત બનતા હતા જેને અતિ સંવેદનશિલ વિસ્તાર પણ માનવામાં આવે છે. આથી આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઇ રહે અને નાગરિકોની સુરક્ષામાં વધારો થાય. તે માટે વડોદરાના ધારાસભ્ય મનિષા વકીલ દ્વારા રજૂઆત કરાતા તેને ધ્યાને લઇ રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. રાજ્યમાં ભાઇચારાની ભાવના બળવત્તર બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બને તે રાજ્ય સરકારની પ્રાથમિકતા રહી છે. ત્યારે આ નિર્ણય આગામી સમયમાં અત્યંત મહત્વપૂર્ણ પુરવાર થશે.

વડોદરા શહેરના આ સંવેદનશીલ પાણીગેટ વિસ્તારમાં 4115 ચોરસ મીટર જમીન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઠરાવ કરીને રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવી છે. આ જમીન જંત્રીના 80% ભાવ પ્રમાણે કોર્પોરેશનને 8,18,88,500 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. આ જમીન ઉપર પાણીગેટ પોલીસ સ્ટેશન, ઇ-ડીવીઝન કચેરી, પોલીસ અધિકારી અને કર્મચારીઓ માટે બી-કક્ષાના બાવન મકાનો અને સી-કક્ષાના આઠ મકાનોનું નિર્માણ કરાશે. જેના કારણે આ વિસ્તારમાં સતત પોલીસની હાજરી રહેશે. અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બની રહેશે.

ABOUT THE AUTHOR

...view details