- હરીપુરાનું કનેક્શન સુભાષચંદ્ર બોઝ સાથેની વાત પશ્ચિમ બંગાળની ચૂંટણી સાથે જોડી રહ્યા છે
- સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતી
- હરીપુરા ગામના સ્થાનિક લોકો પણ માની રહ્યા કે ચૂંટણીનું કારણ
સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટના માધ્યમથી ગુજરાતના એક ગામ હરીપુરાનું કનેક્શન સુભાષચંદ્ર બોઝના જીવનથી જોડ્યું છે. તેમ જણાવ્યું હતુ. કે, વિજય પ્રાપ્તી માટે ભાજપ પક્ષ દ્વારા પણ તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેના કારણે ઘણા લોકો આ વાતને પશ્ચિમ બંગાળની ચૂંટણી સાથે જોડી રહ્યા છે.
સુભાષચંદ્ર બોઝ માટે હરીપુરા ગામનો ઉલ્લેખ કરાયો
આજે જ્યારે સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતી હતી. જેને લઇને જન્મ જયંતી પર જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના એક નાનકડા ગામને સુભાષચંદ્ર બોઝના જીવન સાથે જોડ્યું ત્યારે અચાનક જ દેશભરની નજર ગુજરાતના આ ગામ ઉપર આવી છે. ત્યારે ઈતિહાસમાં ગણવામાં આવતા આ ગામને જાણવા માટે લોકો અચાનક જ ઉત્સુક થઈ રહ્યા છે. હરીપુરા ગામના સ્થાનિક લોકો પણ માની રહ્યા છે. કે દર વર્ષે તેઓ સુભાષચંદ્રની જન્મ જયંતી ઉજવતા હતા પરંતુ આ વખતની જન્મ જયંતી ઉજવતા હતા પરંતુ આ વખતે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા જે રીતે સુભાષચંદ્ર બોઝ માટે આ ગામનો અચાનક ઉલ્લેખ કરાયો છે. તેનો ક્યાંકને ક્યાંક કનેક્શન આ ચૂંટણીમાં જોવા મળશે.