ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ બન્યા સ્ટ્રોંગ રૂમના ચોકીદાર, EVM પર રખાઈ છે બાજ નજર - Loksabha Election 2019

સુરતઃ લોકસભા ચૂંટણીનું ગુજરાતમાં મતદાન થયાને 23 કરતા વધુ દિવસો થઈ ગયા છે. ત્યારે કોંગ્રેસને EVM મશીનમાં છેડછાડના ડરથી બીકે સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દ્વારા જિલ્લા કલેક્ટરની પરવાનગી લઈને સ્ટ્રોંગ રૂમ પાસે EVM ની પહેરેદારી કરાવવામાં આવી રહી છે. પરીણામને 7 દિવસ બાકી છે ત્યારે કોંગ્રેસના કાર્યકરો શિફ્ટ પ્રમાણે EVMની પહેરેદારી કરી રહ્યા છે.

EVM

By

Published : May 17, 2019, 4:44 AM IST

લોકસભા ચૂંટણીનુ પરિણામ 23 મેના રોજ જાહેર થવા જઈ રહ્યુ છે. જેને લઈ તડામાર તૈયારીઓ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે. આ વચ્ચે સુરત લોકસભા બેઠક માટે SVNIT કોલેજમાં મત ગણતરી થનાર છે, પરંતુ ગુજરાતમાં જ્યારે લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ અને EVM ને સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવ્યા ત્યારથી જ કોંગ્રેસમાં એક ભયની લાગણી જોવા મળી રહી હતી. તેમને એમ છે કે, ભાજપા EVM મશીનમાં ચેડા કરી વિજય મેળવશે. તે કારણે સુરતના કોંગ્રેસ ઉમેદવાર અશોક પટેલના સમર્થકોએ મીડિયા રૂમમાં CCTV કેમેરાની વોચ કરી રહ્યા છે. જેથી ભાજપા ઈવીએમમાં કોઈપણ પણ જાતના ચેડા કરી શકે નહીં.

કોંગ્રેસના કાર્યકર્તાઓની EVM પર બાજ નજર

આ અંગે અશોક પટેલે જણાવ્યું કે, કાર્યકરોના કહેવા બાદ જ તેઓએ EVMમાં ચેડા ના થાય તે માટે કાર્યકરોને મીડિયા રૂમમાં કાર્યરત કર્યા છે. જેથી સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવેલા CCTV કેમેરા પર તેઓ બેસીને નજર રાખી શકે. આશરે 5 વધુ કાર્યકર્તાઓ ત્રણ શિફ્ટમાં એટલે 8-8 કલાક રહી સ્ટ્રોંગ રૂમ પર બાજ નજર રાખી રહ્યા છે.

અશોક આઘેવાળાનુ કહેવું છે કે, મીડિયા રિપોર્ટ અને કેટલાક અહેવાલો મુજબ ભાજપ EVMમાં ચેડા કરતી હોય છે. આ વખતે એવી કોઈ ઘટના ન બને તે માટે તેઓ EVMની ચોકીદારી કરી રહ્યા છે. તેઓ પોતે પણ પોતાના કાર્યકરોને મળવા મીડિયા રૂમમાં વારંવાર આવતા હોય છે.

ABOUT THE AUTHOR

...view details