ગુજરાત

gujarat

ETV Bharat / state

કામરેજના ધારાસભ્યને કોંગ્રેસના કાર્યકરોએ ગાજર-લોલીપોપ આપ્યા ભેટ...! - Carrot Gift to BJP Leader in Surat

સુરતમાં કોંગ્રેસના કાર્યકરોએ કામરેજના ધારાસભ્યને (Carrot Gift to BJP Leader in Surat) ગાજર અને લોલીપોપ ભેટ આપ્યાનો કિસ્સો સામે આવ્યો છે. જો કે ધારાસભ્ય ઉશ્કેરાઇ (Kamaraj MLA V.D. Zalawadiya) જતા આપેલા ગાજર કોંગ્રેસના કાર્યકરોએ પર જ ફેંક્યાં...

કામરેજના ધારાસભ્યને કોંગ્રેસના કાર્યકરોએ ગાજર-લોલીપોપ આપ્યા ભેટ...!
કામરેજના ધારાસભ્યને કોંગ્રેસના કાર્યકરોએ ગાજર-લોલીપોપ આપ્યા ભેટ...!

By

Published : Mar 7, 2022, 2:03 PM IST

સુરત : કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયાને (Kamaraj MLA V.D. Jhalawadia) કોંગ્રેસના કાર્યકરોએ ગાજર અને લોલીપોપ ભેટ કર્યા હતાં. જેથી ઉશ્કેરાયેલા ધારાસભ્ય ઝાલાવાડિયાએ કોંગ્રેસના કાર્યકરોએ આપેલા ગાજર તેમના ઉપર જ ફેંક્યા હતાં.

ધારાસભ્ય ઝાલાવાડિયાએ કોંગ્રેસના કાર્યકરો પર ગાજર ફેંક્યા

આ પણ વાંચો :Surat textile market controversy : સુરત ટેક્સટાઈલ માર્કેટની લીઝ સામે 1 લાખ ભાજપને આપવાનો મેસેજ વાયરલ થતાં વિવાદ

ધારાસભ્ય કોંગ્રેસના કાર્યકરો વચ્ચે તુ તું મેં મેં

શહેરની આયુર્વેદિક કોલેજના ખાનગીકરણ મામલે કોંગ્રેસ કાર્યકરોનો અનોખો (Congress Opposed College Issue in Surat) વિરોધ કર્યો હતો. એક તરફ વરાછા વિસ્તારમાં સરકારી કોલેજોને મંજૂરી મળી તો બીજી તરફ આઝાદી સમયથી કાર્યરત સરકારી આયુર્વેદિક કોલેજના ખાનગીકરણ સામે વિરોધ કોંગ્રેસના કાર્યકરોએ નોંધાવ્યો હતો. ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયાની ઓફિસમાં જઇ કોંગ્રેસના કાર્યકરોએ દેખાવ કર્યા હતા. થોડા સમય માટે ધારાસભ્ય અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે તુતું મેમે પણ થઈ. ત્યારબાદ ગુસ્સે ભરાયેલા ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયાએ (Carrot Gift to BJP Leader in Surat) કોંગ્રેસી કાર્યકરોએ આપેલા ગાજર તેમના ઉપર જ ફેંક્યા હતા.

આ પણ વાંચો :સુરતમાં 14 વર્ષ બાદ ધીરૂ ગજેરાની ભાજપમાં ઘર વાપસી, સી. આર. પાટીલે કહ્યું, પાટીદારના હાથમાં ઝાડુ ન શોભે

ધારાસભ્યને ગાજર અને લોલીપોપ આપી વિરોધ પ્રદર્શન

કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ શરૂ કરવા બજેટમાં જાહેરાત કરવામાં આવે છે. તેમજ બીજી બાજુ આઝાદી સમયની દક્ષિણ ગુજરાતની એકમાત્ર સરકારી આયુર્વેદિક કોલેજને ખાનગીકરણ કરવામાં આવેલી છે. જે સંદર્ભે સુરત શહેર યુથ કોંગ્રેસ અને કામરેજ વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા કામરેજ વિધાનસભાના ધારાસભ્યને (Congress Gave a Gift to BJP In Surat) ગાજર અને લોલીપોપઆપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો.

ABOUT THE AUTHOR

...view details