ગુજરાત

gujarat

ETV Bharat / state

સુબ્રમણ્યમ સ્વામીને જૂતાની માળા પેહરાવનારને રૂપિયા 50 હજારનું ઇનામ કોંગ્રેસ નેતાએ કરી જાહેરાત - Spokesman

સુરત: યુવક કોંગ્રેસના પ્રવક્તાનો વિવાદિત પોસ્ટર સામે આવેલ છે. સુબ્રમણ્યમ સ્વામીને જૂતાની માળા પેહરાવનારને રૂપિયા 50 હજાર ઇનામ આપવાની જાહેરાત કરી છે. સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલને કહ્યું હતું નશાખોર.

Poster

By

Published : Jul 8, 2019, 4:06 PM IST

ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ નિવેદન આપતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને નશાખોર કહ્યું હતું. જેને લઈ કોંગ્રેસીઓ ભડકી ગયા છે. ગુજરાત પ્રદેશ યુવક કોંગેસના પ્રવક્તા શાન ખાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી એક વિવાદિત પોસ્ટર જાહેર કરીને જાહેરાતી કરી કે, જે વ્યક્તિ સુબ્રમણ્યમ સ્વામીને જાહેરમાં જુતાની માળા પેહરાવશે તેને રૂપિયા 50 હજાર રોકડ ઇનામ આપશે.

ઉલ્લેખનીય છે કે, સુબ્રમણ્યમ સ્વામીના નિવેદનથી કોંગ્રેસીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details