ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસ આગેવાનોએ ઓલપાડના ગામડાંઓની મુલાકાત લીધી - Damage in the tauktae cyclone

સુરત જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા આજે શનિવારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં વાવાઝોડામાં અસરગ્રસ્ત બરબોધન,પિંજરત,અંભેટા, સોંસક,ઇશનપોર,ઓરમા,આંધી,એરથાણ, મોરથાળ,તથા માધર સહિતના ગામોમાં રૂબરૂ જઈ અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત કરવામાં આવી હતી.

કોંગ્રેસ આગેવાનોએ ઓલપાડના ગામડાંઓની મુલાકાત લીધી
કોંગ્રેસ આગેવાનોએ ઓલપાડના ગામડાંઓની મુલાકાત લીધી

By

Published : May 22, 2021, 7:49 PM IST

  • સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિએ લીધી ઓલપાડ તાલુકાની મુલાકાત
  • તૌકતે વાવઝોડાના લીધે સંકટમાં મૂકાયેલાં ખેડૂત પરિવારોની કરી મુલાકાત
  • તાલુકામાં વાવાઝોડાને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે
    ઓલપાડ તાલુકામાં વાવાઝોડાને કારણે ડાંગર,શાકભાજી,કેરી,તલ,કેળા તથા શેરડી સહિતના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન



    સુરતઃ ઓલપાડ તાલુકામાં વાવાઝોડાને કારણે ડાંગર,શાકભાજી,કેરી,તલ,કેળા તથા શેરડી સહિતના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયેલું જોવા મળ્યું છે. આ સાથે પશુ માટેના ચારાને પણ વાવાઝોડાના કારણે થયેલ વરસાદમાં પલળી જવાથી મોટા પ્રમાણમાં નુકસાન થયેલું જોવા મળ્યું છે. ત્યારે સુરત જિલ્લા કૉંગ્રેસ સમિતિના આગેવાનોને સ્થળ મુલાકાત દરમિયાન અનેક ખેડૂતો દ્વારા ખેતીના પાકમાં થયેલ નુકસાન બાબતે રજૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ રાજસ્થાન-ગુજરાત બોર્ડર પર ચેકિંગ દરમિયાન 4.5 કરોડની રોકડ કબજે, 2ની ધરપકડ

ખાસ કરીને ડાંગરના ખેડૂતો દ્વારા મજૂર તથા મશીન કટિંગ કરાયેલ ડાંગરનો પાક તૈયાર બોરી ભરેલ તથા સૂકવવા નાખેલ ડાંગરનો તૈયાર પાક વાવાઝોડાના કમોસમી વરસાદના કારણે પલળી ગયો છે. જેનું મોટું નુકસાન થયેલું છે. આ નુકસાની પેટે સરકાર આર્થિક રીતે ભરપાઈ કરી આપે તેવી રજૂઆત કરવામાં આવી હતી. શાકભાજી પક્વતા ખેડૂતોના શાકભાજીના માંડવા તથા છોડને પણ મોટાપાયે નુકશાન થયું હોવાની રજૂઆત ઓલપાડ તાલુકાના ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ખાપટ- ધરમપુરના સેવરેજ નેટવર્કના 36 કરોડના ટેન્ડરમાં ભ્રષ્ટાચાર થયો છે - કોંગ્રેસ નેતા રામદેવ મોઢવાડીયા

ABOUT THE AUTHOR

...view details