ગુજરાત

gujarat

ETV Bharat / state

CAAની કોપી સળગાવી વિરોધનો કાર્યક્રમ રાખનારા કોંગ્રેસ નેતાઓની ધરપકડ - કોંગ્રેસ નેતા શાન ખાન

સુરત: CAA બિલની હોળી કરવાનો કાર્યક્રમ રાખનાર પ્રદેશ કોંગ્રેસના ત્રણ નેતાઓની અટકાયત લાલગેટ પોલીસ દ્વારા કરાઈ છે. આ નેતાઓ CAA કાયદાની કોપી સળગાવી વિરોધ નોંધાવવાના હતા. પોલીસ પરવાનગી ન હોવા છતાં સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનમાં હાજર રહેવા અપીલ કરવામાં આવી હતી.

Surat
Surat

By

Published : Dec 23, 2019, 12:44 PM IST

શાન ખાન સોશિયલ મીડિયામાં પોલીસ વિરૂદ્ધ વિવાદિત પોસ્ટ પણ મૂકી ચુક્યો છે. લોકોને ઉશ્કેરવા માટે વીડિયો પણ ફેસબુક પર શાન ખાને મૂક્યો હતો. ફરી એક વખત કોંગ્રેસના નેતાઓ દ્વારા પરવાનગી ન મળવા છતાં CAA વિરોધનો કાર્યક્રમ રાખવામાં આવી શહેરની શાંતી ડહોળવાનો પ્રયાસ કરાયો છે.

CAA કાયદાની કોપી સળગાવી વિરોધ નોંધાવતા પહેલા કોંગ્રેસ નેતાઓની ધરપકડ કરાઈ

CAA અને NCRના વિરોધમાં પ્રદર્શનની ચીમકી આપનાર ત્રણ લોકોની લાલગેટ પોલીસે અટકાયત કરી લીધી છે. યુવા કોંગ્રેસ પ્રદેશના પ્રવક્તા શાન ખાન સહિત દલિત નેતા કિરીટસિંહ વાઘેલા તેમજ રિતેશ સોલંકીની અટકાયત કરાઈ છે. રામપુરા સ્થિત કાઝીપુરા ખાતે આજ રોજ CAA અને NRCના વિરોધમાં વિરોધ પ્રદર્શનની ચીમકી આપી હતી.

ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમથી ભડકાઉ મેસેજ પણ કરાતા પોલીસે અટકાયત કરી છે. મોટી સંખ્યામાં લોકોને ભેગા થવા સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરી હતી. આ સાથે લાલગેટ પોલીસ મથકમાં પ્રદર્શનની અંગેની પરવાનગી પણ માંગવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details