નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીએ મોદી સરનેમ કેસ મામલે રાહુલ ગાંધીની સજા પર સ્ટે માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજી પર તારીખ 21 જુલાઈના રોજ સુનાવણી થશે. આ અરજીમાં સ્ટે મૂકવા માટેની માંગ કરવામાં આવી છે. આ સાથે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસે યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટેના આદેશ આપ્યા છે.
Modi surname case: મોદી સરનેમ કેસ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી, 21 જુલાઈએ થશે સુનાવણી - stay on Rahuls sentence
કોંગ્રેસ તરફથી મોદી સરનેમ કેસ મામલે રાહુલ ગાંધીની સજા પર રોક લગાવવા માટે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેને લઈ આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટ પોતાનો ચૂકાદો આપી શકે છે. એ પછી ખબર પડશે કે, રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો કે, ઘટાડો
હવે શુંઃ રાહુલ ગાંધી તરફથી મોદી સરનેમ કેસ મામલે વકીલ અભિષેક મનુ સિંઘવી તરફથી આ અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. એક મીડિયા રીપોર્ટ અનુસાર રાહુલ ગાંધી માનહાનિ કેસમાં સજા પર સ્ટે મામલે સુપ્રીમ કોર્ટમાં જે અરજી કરવામાં આવી એ પહેલા મામલો ખૂબ ચર્ચામાં રહ્યો હતો. આ પહેલા થયેલી એક બેઠકમાં કોંગ્રેસના મોટા નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી જોઈએ આ વાત પર સહમતી દર્શાવી હતી. એ પછી છેલ્લે આવેલા કેસને સુપ્રીમ કોર્ટમાં પડકારવા માટે નિર્યણ લેવાયો હતો.
માનહાનિનો દાવોઃહાલના કિસ્સામાં, 13 એપ્રિલ 2019ના રોજ, કર્ણાટકના કોલારમાં એક રેલીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર ટિપ્પણી કરતા કહ્યું કે, 'મોદી બધા ચોરોની અટક કેવી રીતે છે?' રાહુલે કહ્યું, 'નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની સરનેમ કેમ કોમન છે?' રાહુલ ગાંધીની આ ટિપ્પણીના આધારે બીજેપી ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ અપરાધિક માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. કેસની સુનાવણી બાદ નીચલી કોર્ટે તેને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. આ નિર્ણયને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હાઇકોર્ટે પિટિશનમાં કરેલી તેમની માંગણીઓ ફગાવી દીધી હતી. આમ તેની સજા યથાવત રાખવામાં આવી હતી. હાઈકોર્ટે કહ્યું કે ટ્રાયલ કોર્ટનો દોષિત ઠેરવવાનો આદેશ સાચો હોવાનું જાણવા મળ્યું છે. આ આદેશમાં દખલ કરવાની જરૂર નથી.