સુરતચૂંટણી પહેલા પૈસાની (congress cash kand) લેતીદેતી અને અવરજવર પર ચૂંટણી પંચ (Election Commisssion of Gujarat) ચાંપતી નજર રાખતું હોય છે. તેમ છતાં કેટલાક રાજકીય પક્ષો પૈસાની હેરફેર પોલીસના નાકની નીચેથી કરી જ લેતી હોય છે.
સુરતમાં કૉંગ્રેસની પ્રચાર સામગ્રી સાથે પકડાયા લાખો રૂપિયા આ જ રીતે સુરતમાં કૉંગ્રેસના ચૂંટણી સાહિત્ય સાથે ઈનોવા કારમાંથી પોલીસે રોકડા 75 લાખ રૂપિયા પકડી પાડ્યા હતા. આ કેસની તપાસમાં હવે ચોકાવનારો ખૂલાસો થયો છે. સુરતમાં મળેલા કેશ કાંડનું (congress cash kand) કનેક્શન (Congress Cash Kand Rajasthan Connection) સીધું રાજસ્થાનથી જોડાયેલું છે. આ કેસનો આરોપી ઉદય ગુર્જર પ્રદેશ સચિવ રાજસ્થાન યુવા કોંગ્રેસ સાથે સંકળાયેલો છે.
પોલીસ ચોંકી ગઈસુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશન (Mahidharpura Police Station) નજીક SSTની ટીમ તહેનાત હતી. ત્યારે એક ઇનોવા કારને રોકી તેની તપાસ કરતાં મોટી સંખ્યામાં ચલણી નોટોના બંડલો જોઈને પોલીસ પણ ચોંકી ઊઠી હતી.
મોટા નેતાનું નામ સામે આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી (Gujarat Election 2022) જાહેર થતાં પોલીસ દ્વારા વિવિધ ચેકપોસ્ટ ઊભી કરી વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ રાજ્યની બોર્ડરો પર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ત્યારે મહિધરપુરા પોલીસ સ્ટેશન (Mahidharpura Police Station) નજીક SST ટીમે 75 લાખ રોકડ સીઝ કરી વધુ તપાસ હાથ ધરી છે. લાખોની રોકડ હાથ લાગતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ સમગ્ર મામલે કૉંગ્રેસના મોટા નેતાનું નામ સામે આવી રહ્યું છે.
આરોપી ઉદય રાહુલ ગાંધીની સભામાં પણ હાજર હતોપકડાયેલા 2 આરોપી પૈકી એક રાંદેરનો રહેવાસી છે. જ્યારે ઉદય ગુર્જર કૉંગ્રેસ સીધો સંકળાયેલો છે. ઉદય રાજસ્થાન PRO યૂથ કૉંગ્રેસ સાથે જોડાયેલો છે. પ્રદેશ સચિવ રાજસ્થાન યુવા કૉંગ્રેસ સાથે પણ તે સંકળાયેલો છે. ઉદય ગુર્જરના રાજસ્થાન સાથે કનેકશન સામે આવ્યા છે. આ સાથે જ રાજસ્થાનના CM સાથેના તેના ફોટો આવ્યા સામે છે. ઉદયે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. તેમાં તે Z પ્લસ સિક્યોરિટી વચ્ચે પણ દેખાય છે. ઉદય રાહુલ ગાંધીની સભામાં પણ હાજર હતો.
આંગડિયા પેઢી પાસે પૂછપરછઆ સમગ્ર મામલે એડિશનલ પોલીસ કમિશનર શરદ સિંગલે જણાવ્યું હતું કે, આ મામલે 2 લોકોની અટકાયત કરવામાં આવી છે અને સમગ્ર પ્રકરણની જાણ આવકવેરાના પણ કરાઈ છે. એટલું જ નહીં આંગડિયા પેઢી પાસે પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે કેસ સિઝ કરી દેવામાં આવ્યા.
કૉંગ્રેસને બદનામ કરવાનું ભાજપનું ષડયંત્ર કારમાંથી પોલીસને કૉંગ્રેસ નેતા બી. એમ. સંદિપનું આધારકાર્ડ પણ મળી આવ્યું છે. તે અંગે કૉંગ્રેસના પ્રવક્તા નૈષધ દેસાઈએ જણાવ્યું હતું કે, કોઈનું આધારકાર્ડ મળે કે, કૉંગ્રેસના કાર્ડ મળે તો એ બી. એમ. સંદિપ સાબિત થતા નથી. સીસીટીવીમાં એ સ્પષ્ટ પણ થતું નથી કે, તેઓ સંદિપ છે. આ ભાજપનું ષડયંત્ર છે. કૉંગ્રેસને બદનામ કરવા માટે આ ઘટના કરવામાં આવી છે. અલગ અલગ રીતે કાવતરું રચી રહ્યાં છે, પરંતુ મતદાતાઓ ગુમરાહ થવાના નથી. કૉંગ્રેસ નેતા એ દિવસે સુરતમાં હતા જ નહીં.
કાર મહારાષ્ટ્ર પાસિંગનીઆપને જણાવી દઈએ કે, SST ટીમે ઈનોવા કારને ઊભી રાખી તેની તપાસ કરતા 75 લાખ રૂપિયા મળી આવતા પોલીસ પોતે ચોંકી ઊઠી હતી. કારમાં મોટી સંખ્યામાં ચલણી નોટોના બંડલ મળી આવ્યા હતા. એક તરફ ચૂંટણી પંચ નાણાની હેરફેર પર ચાંપતી નજર રાખી રહી છે. બીજી તરફ આટલી મોટી માત્રામાં પૈસા મળતા હવે રાજકીય મામલો પણ ગરમાશે તે નક્કી છે. પોલીસે પકડેલી આ કાર મહારાષ્ટ્ર પાસિંગની છે. તેનો નંબર એમએચ 04 ઇએસ 9907 છે. જોકે, આ જ ગાડીમાં રાહુલ ગાંધીના કાર્યક્રમનું વીઆઈપી કાર પાર્કિંગનું સ્ટીકર પણ મળી આવ્યું હતું. સાથે જ તેમાં ઓથોરાઈઝ્ડ સહી પણ હતી.
કૉંગ્રેસને ભાગીને બચવાનો કોઈ રસ્તો નથી દેખાતો તો આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ (Dr Sudhanshu Trivedi BJP National Spokesperson) જણાવ્યું હતું કે, એક સીસીટીવી વીડિયો સામે આવ્યો છે, જેમાં કૉંગ્રેસના નેતા કારમાંથી ભાગતા જોવા મળે છે. એટલે હવે કૉંગ્રેસને ભાગીને બચવાનો કોઈ રસ્તો દેખાઈ નથી રહ્યો. તેમણે ઉમર્યું હતું કે, ચૂંટણીમાં કાળા ધનનો ઉપયોગ ન થાય તે માટે ભાજપ કટિબદ્ધ છે.