ગુજરાત

gujarat

By

Published : Mar 7, 2020, 10:35 AM IST

ETV Bharat / state

સુરતમાં ડસ્ટબીનના પ્લે- કાર્ડ લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવી કમિશ્નરને આવેદનપત્ર પાઠવ્યું

મહાનગરપાલિકામાં બહુચર્ચિત ડસ્ટબીન કૌભાંડ મામલે સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા પાલિકાની મુખ્ય કચેરી ખાતે ઉગ્ર વિરોધ અને દેખાવો કરવામાં આવ્યા હતા. ટેન્ડર પ્રક્રિયા વિના જ અલગ અલગ ઝોનમાં આરોગ્ય વિભાગ દ્વારા ઊંચા ભાવે ખાનગી એજન્સી પાસેથી લાખો રૂપિયાના ભાવે ડસ્ટબીન ખરીદી કરી મોટું કૌભાંડ કરવામાં આવ્યું હોવાના આરોપ છે.

ડસ્ટબીનના પ્લે- કાર્ડ લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવી કમિશ્નરને આવેદનપત્ર પણ પાઠવ્યું
ડસ્ટબીનના પ્લે- કાર્ડ લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવી કમિશ્નરને આવેદનપત્ર પણ પાઠવ્યું

સુરત : મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કુલ સાત જેટલા ઝોનમાં વગર ટેન્ડર પ્રક્રિયાએ રૂપિયા 44 લાખના ખર્ચે નવા ડસ્ટબીન ખરીદી કરવામાં આવ્યા હતા. જે ડસ્ટબીનની કિંમત બજારમાં 4500 જેટલી હોય છે. તે ડસ્ટબીન રૂપિયા 10850ના ભાવે ખરીદી કરવામાં આવ્યા હતા. જે કૌભાંડમાં પાલિકાના અધિકારીઓ અને ભાજપ સામે કોંગ્રેસ આક્ષેપ કરવામાં આવ્યા છે.

ડસ્ટબીનના પ્લે- કાર્ડ લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવી કમિશ્નરને આવેદનપત્ર પાઠવ્યું

ડસ્ટબીન કૌભાંડમાં જવાબદારો સામે તપાસ કરી પગલાં ભરવાની માગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. જેના વિરોધમાં આજ રોજ શહેર યુથ કોંગ્રેસના કાર્યકરોએ પાલિકાની મુખ્ય કચેરી ખાતે ઉગ્ર દેખાવો કર્યા હતા. જેમાં જવાબદાર પાલિકાના અધીકારીઓ અને ભાજપ શાસકો સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. હાથમાં ડસ્ટબીનના પ્લે-કાર્ડ લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવી પાલિકા કમિશ્નરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. જ્યાં કમિશ્નરે પણ વિજિલન્સ તપાસ ચાલી રહી હોવાનું જણાવી જવાબદારો સામે પગલાં અંગની ભરવાની વાત જણાવી હતી.

ABOUT THE AUTHOR

...view details