ગુજરાત

gujarat

ETV Bharat / state

ફ્લાઈટમાંથી યાત્રીકનું બેગ ચોરાયુ, સ્પાઈજેટના અધિકારીઓ સામે નોંધાવી પોલીસ ફરિયાદ - યાત્રીઓ સ્પાઈસ જેટના કર્મચારીઓ વિરુદ્ધ

સુરત : દિલ્હીથી સુરત આવી રહેલા યાત્રીનું બેગ ચોરાઈ ગયુ હતું. આ યાત્રીકે સ્પાઈસ જેટના કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સુરત એરપોર્ટ પર આ પહેલી ઘટના હશે જ્યારે કોઈ યાત્રીએ ફ્લાઈટના કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોય.

etv bharat surat

By

Published : Oct 20, 2019, 4:19 PM IST

દિલ્હીથી સુરત સ્પાઇસ જેટ પ્લેન નંબર SG8475 માં ફરી સુરત એરપોર્ટ પર આવેલા યાત્રીએ સ્પાઈસ જેટના કર્મચારીઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. મુસાફરે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારીના કારણે તેની બેગ ચોરાઈ ગઈ છે તેવો આરોપ મુક્યો હતો. જે અંગે તેણે સુરત અને દિલ્હી એરપોર્ટ પર ફરજ બજાવતા સ્પાઈસ જેટના સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ ડુમસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સુરતથી દિલ્હી જવા માટે રવાના થયેલા નરેશ મયાણી ડાયમંડ એક્સપોર્ટ કંપનીના HR વિભાગમાં નોકરી કરે છે.

તેઓએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેની બેગ ઉપર ક્રિષ્ના એક્સપોર્ટ તથા ક્રિષ્ના ડાયમંડ જ્વેલરી જેવી જાણીતી કંપનીનો ટેગ લાગેલો હતો. તેમજ સ્પાઇસજેટના કર્મચારીઓ દ્વારા સ્કેનિંગ મશીનમાં તેમની વસ્તુઓ જોઈ હતી જેથી કર્મચારીઓને જાણ હતી કે, બેગમાંથી કીમતી વસ્તુઓ છે. જેથી તેઓના જવાબદાર તમામ કર્મચારીઓ એકબીજાની સાંઠગાંઠમાં આ કૃત્ય કર્યું હોય શકે છે. ફરિયાદી મુજબ બેગમાં આઇપોડ બ્લુટુથ, એપલ ફોન, રોકડા રૂપિયા અને કંપનીના બહુ જ અગત્યના દસ્તાવેજો હતા જે ચોરાયા છે.
જેની કુલ કિંમત 96 હજાર હતી.

ABOUT THE AUTHOR

...view details