ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉદ્યોગપતિ ચુની ગજેરા સામે છેડતીની ફરિયાદ મામલે નવો વળાંક, હવે પીડિતા સામે ફરિયાદ દાખલ

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી ખાનગી શાળાના ટ્રસ્ટી સામે છેડતીની ફરિયાદ મામલે સમગ્ર ઘટનામાં નવો વળાંક આવ્યો છે. શાળામાં ફરજ બજાવતી મહિલા શિક્ષિકાએ ટ્રસ્ટી સામે છેડતીની ફરિયાદ કરી હતી. હવે મહિલા શિક્ષિકા સામે ગંભીર આક્ષેપો થયા છે. શાળા દ્વારા મહિલા શિક્ષિકા સામે રૂપિયા 11 લાખની ખંડણી માગી હોવાના આરોપ સાથે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

complaint
પીડિતા સામે ફરિયાદ

By

Published : Sep 2, 2020, 6:51 PM IST

Updated : Sep 2, 2020, 9:31 PM IST

સુરત: પીપલોદ વિસ્તારમાં રહેતી અને છેલ્લા બે વર્ષ દરમિયાન અડાજણની ગજેરા ગ્લોબલ શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવી ચૂકેલી મહિલાએ શાળાના ટ્રસ્ટી સામે છેડતી ફરિયાદ પોલીસ નોંધાવી હતી. હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. શાળાએ મહિલા શિક્ષિકા સામે 11 લાખની ખંડણી માગી હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પીડિતા સામે ફરિયાદ

અડાજણ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાઇ છે. તે મુજબ મહિલા શિક્ષિકાને તેણીના ગેરવર્તણૂકના કારણે શાળાએથી રદબાતલ કરી હતી. જે બાદ તેણીએ શાળાને બદનામ કરવાની ધમકી આપતા રૂપિયા 11 લાખની ખંડણી માગી હતી. શાળાની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા મહિલા દ્વારા આ એક ષડયંત્ર કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો...હીરા ઉદ્યોગપતિ ચુની ગજેરા પર છેડતીનો આરોપ

શિક્ષિકાએ શાળાના ટ્રસ્ટી સામે નોંધાવેલી છેડતી ફરિયાદ બાદ હવે સમગ્ર કેસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં હવે મહિલા શિક્ષિકા પણ વિવાદમાં આવી છે. સમગ્ર કેસમાં હવે બંને આક્ષેપિત સામ-સામે થયા છે. સમગ્ર ઘટનામાં કોણ સાચું અને કોણ ખોટું બોલી રહ્યું છે, તે પોલીસના ઉચ્ચ અધિકારીઓ માટે તપાસનો વિષય બન્યો છે.

અડાજણના પાલ ખાતે આવેલી ગજેરા ગ્લોબલ શાળાના ટ્રસ્ટી ચુનીલાલ ગજેરા સામે શાળાની જ મહિલા શિક્ષિકાએ છેડતીની ફરિયાદ અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. જે બાદ આ કેસમાં ભારે ચકચાર મચી જવા પામી છે. મહિલા શિક્ષિકાએ નોંધાવેલી ફરિયાદના સામે શાળા સંચાલકો દ્વારા પણ પોતાનો ખુલાસો રજૂ કરવામાં આવ્યો છે. શાળા સંચાલકો દ્વારા આ મામલે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. શાળાની ડાયરેક્ટર કિંજલ ગજેરાએ જણાવ્યું હતું કે, મહિલા શિક્ષિકા વિરુદ્ધ શાળાના સ્ટાફ અને અન્ય કર્મચારીઓ તરફથી ફરિયાદો મળી હતી. સાથે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓની પણ ફરિયાદ હતી કે, શિક્ષિકાનું વર્તન યોગ્ય નથી. જે ફરિયાદના આધારે શિક્ષિકાને શાળામાંથી ટરમીનેટ કરવામાં આવી હતી. શાળાને બદનામ કરવાના અશ્રયથી શિક્ષિકાએ આ કૃત્ય કર્યું છે.

Last Updated : Sep 2, 2020, 9:31 PM IST

ABOUT THE AUTHOR

...view details