ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત કોર્પોરેટરે ખંડણીનો આક્ષેપ, LCBમાં અરજી દાખલ - surat lcb team

સુરતઃ લાંચ રિશ્વત વિભાગમાં ભાજપના કોર્પોરેટર વિરુદ્ધ અરજી થઈ છે. સુરત મહાનગર પાલિકાના સ્થાયી સમિતિમાં સભ્ય અને કોર્પોરેટર પર આરોપ છે કે, તેણે બાંધકામ ન તોડવા માટે ફરિયાદી પાસેથી 5 લાખ રૂપિયાની ખંડણી માગી હતી.

સુરત

By

Published : Nov 7, 2019, 3:26 PM IST

સુરત મહાનગર પાલિકાના વોર્ડ નંબર 17ના ભાજપના કોર્પોરેટરે ખંડણી માંગી હોવાની ફરીયાદ LCBમાં કરાઇ છે. મનપાની સ્થાયી સમિતિના સભ્ય અને ભાજપના કોર્પોરેટર વિજય ચોમલે ફરિયાદી પાસે 5 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી. આથી ફરીયાદીએ LCBમાં ફરીયાદ કરી ઘટનાની તપાસની માંગ કરી છે.

ફરીયાદીનો આરોપ છે કે, અધિકારીઓ સાથે મળી બાંધકામની જગ્યાને કોમન જગ્યા બતાવીને તેને તોડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ બાંધકામ ન તોડવા માટે રૂપિયા 5 લાખની માંગણી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details