ફરિયાદમાં જણાવ્યાનુસાર, આરોપી મહેશ સવાણી પાસેથી ગૌતમભાઈએ ઉછીના પેટે ત્રણ કરોડ રૂપિયા લીધા હતા. જેને કઢાવવા માટે મહેશ સવાણી, ગોપાલભાઈ તથા તેની સાથેના ચારેક માણસો દ્વારા શનિવારના રોજ ઘરેથી સ્વીફ્ટ ગાડીમાં બેસાડી વેસુ ખાતેની ઓફિસે લઇ ગયા હતા. ત્યાં વેસુની ઓફિસ પર લઈ જઇ મહેશ સવાણીએ બિલ્ડરને ગાલ પર લાફો ઝીંકી 19 કરોડ અને બંગલો તેના નામે લખી આપવાની માંગણી કરી હોવાનો આરોપ બિલ્ડરે કર્યો છે. આ ઉપરાંત 12 વર્ષ અગાઉ વેસુ ખાતે ભાગીદારો સાથે મળી બિલ્ડરે બાંધકામ શરૂ કર્યુ હતું. જેની ત્રણ કરોડની જરૂરિયાત ઊભી થતાં મહેશ સવાણી પાસેથી ઉછીના પેટે ત્રણ કરોડ રૂપિયા લીધા હતા. જેને એકાદ વર્ષ પછી વ્યાજ સાથે ચૂકવી આપવાનો વાયદો બિલ્ડરે કર્યો હતો. પરંતુ જમીનમાં કોર્ટ મેટર થતાં લીધેલા ઉછીના રૂપિયા આપી શકાય નહોતા. જેથી જમીનનો અમુક હિસ્સો કાચી ચિઠ્ઠીમાં લખાણ કરાવી લીધુ હતું.
સુરતના જાણીતા ઉદ્યોગપતિ વિરુદ્ધ ખંડણી અને અપહરણની ફરિયાદ નોંધાઈ - latest surat crime news
સુરતઃ શહેરના જાણીતા ઉદ્યોગપતિ વિરૂદ્ધ અપહરણ અને ખંડણી માગી હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં પાર્લે પોઈન્ટના બિલ્ડર ગૌતમ પટેલનું ઉદ્યોગપતિ મહેશ સવાણી અને તેના મિત્રોએ અપહરણ કરી અને ઓફિસે માર મારી ખંડણી માગી હોવાનું જણાવ્યું છે. જેના આધારે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
સુરત
આરોપી મહેશ સવાણીએ પોતાના ઉછીના પૈસા કઢાવવા માટે બિલ્ડર ગૌતમ પટેલનું અપહરણ કર્યુ હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેને આરોપી મહેશ પોતાને બદનામ કરવા માટે ષડયંત્ર કર્યુ હોવાનું જણાવીને તમામ આરોપોને ફગાવી રહ્યાં છે. ત્યારે ઉમરા પોલીસે ફરિયાદ આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.