સુરત રાજહંસ ઇન્ફ્રા બિલ્ડ એલએલપીના માલિક સંજય મોવલીયા સહિતનો લોકો સામે સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ 76 કરોડની ઠગાઈનો ગુનોનોંધ્યો છે. સંજય મોવલીયા શહેરના જાણીતા બિલ્ડર છે. તેમની સામે બેન્ક ઓફ બરોડાના આસિસ્ટન્ટ જનરલ મેનેજર ત્રિવેદીએ દિલ્હીમાં સીબીઆઇની કચેરીમાં (Complaint in CBI office) ફરિયાદ કરી છે. સંજય સહિત આરોપીઓમાં અજાણ્યા સરકારી કર્મચારીનું પણ નામ સામેલ છે. સાથે આરોપ છે કે તેઓએ ચોપડામાં પણ સુધારા કર્યા છે.
ફરિયાદ નોંધાવી તારીખ 26 ડિસેમ્બર 2022 ના રોજ બેંક ઓફ બરોડાના આસિસ્ટન્ટ જનરલ મેનેજર ભોલાનાથ ત્રિવેદીએ દિલ્હી સીબીઆઇની કચેરીમાં ફરિયાદનોંધાવી છે. ફરિયાદમાં તેઓએ જણાવ્યું છે કે રોયલ ટ્રેડ સેન્ટર રાજહંસ ઇન્ફ્રાબિલ્ડ એલએલપી દ્વારા કોઈ સરકારી કર્મચારીઓ અને એક અજાણ્ય વ્યક્તિઓ સાથે મળીને બેન્ક ઓફ બરોડાને મસમોટુ આર્થિક નુકસાન પહોંચાડવાનું હતું.
આ પણ વાંચો જમીનના ઝગડામાં સંબંધોની હત્યા, ભત્રીજાએ કરી કાકાની હત્યા
રૂપિયાની ઉચાપતબિલ્ડર સંજય મોવલીયા (Builder Sanjay Movaliya) સહિત 9 વ્યક્તિઓએ બેંક સાથે 76.03 કરોડ રૂપિયાની ઉચાપત કરી છે. સંજય મોવલીયા સહિત મનોજ પુરુષોત્તમ મોવલીયા, મિતેશ રણછોડ મોવલીયા, પોખરાજ શાહ આશિષ જૈન, રાજકોટની મહાદેવ વાડીમાં રહેતા સોહિલ કુમાર મંડનકા ઉપરાંત 1,000 ને સરકારી કર્મચારી અને એક ખાનગી વ્યક્તિ સામે ફરિયાદ દાખલ(defrauded Bank of Baroda of 76 crores) કરવામાં આવી છે.
તમામ ભાગીદારો76.03 કરોડ રૂપિયાની ઉચાપત બેંકે સીબીઆઇ ને જણાવ્યું હતું કે આ કંપનીના તમામ ભાગીદારોએ ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ ફોટા બતાવ્યા હતા. એટલું જ નહીં ચોપડામાં અનેક જગ્યાએ સુધારા પણ કર્યા હતા. આ તમામ લોકો દ્વારા જે એકાઉન્ટિંગની પ્રોસિજર હોય છે. તે પણ અનુસ્વારવામાં આવી નથી તેઓએ બેંક સાથે 76 કરોડની ઉચાપત કરી છે. જે એક તપાસ બાદ સામે આવ્યો છે. આ પ્રકરણમાં આઈપીસી ની કલમ 120 B, 420 અને પ્રિવેશન ઓફ કરપ્શન એક્ટ 1988ની કલમ 13 (2) આર/ડબ્લ્યુ 13(1)D મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બેંક દ્વારા આરોપ પણ લગાવવામાં આવ્યા છે કે ગેરલાભ મેળવવા માટે બેંકમાંથી 76.03 કરોડ રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે. સંજય મોવલીયા શહેરના જાણીતા બિલ્ડર છે. સુરતના પુના ગામ વિસ્તારમાં અમેઝિયા વોટરપાર્ક પણ તેમની ફર્મ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે.