સુરત: સુરતના હીરાબાગ વિસ્તારમાં વહેલી સવારે કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં લાગેલા પતરા લોકોએ તોડી નાખ્યા હતા અને ત્યાંથી વાહનોની અવરજવર શરૂ કરી હતી. ત્યારે પોલીસ કમિશ્નર આર.બી. બ્રહ્મભટ્ટે સુરતના વરાછા વિસ્તારની મુલાકાત લીધી હતી અને લોકોને લોકડાઉનનું પાલન કરવા સૂચના આપી હતી.
કન્ટેનમેન્ટ વિસ્તારમાં લાગેલા પતરા લોકોએ તોડી નાંખતા કમિશ્નર ઘટના સ્થળે પહોચ્યાં - કમિશ્નર આર.બી. બ્રહ્મભટ્ટ
સુરતના હીરાબાગ વિસ્તારમાં વહેલી સવારે કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં લાગેલા પતરા લોકોએ તોડી નાખ્યા હતા અને ત્યાંથી વાહનોની અવરજવર શરૂ કરી હતી. ત્યારે પોલીસ કમિશ્નર આર.બી. બ્રહ્મભટ્ટે સુરતના વરાછા વિસ્તારની મુલાકાત લીધી હતી અને લોકોને લોકડાઉનનું પાલન કરવા સૂચના આપી હતી.
સુરતના હીરાબાગ વિસ્તારમાં વહેલી સવારે કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં લાગેલા પતરા લોકોએ તોડી નાખ્યા હતા અને ત્યાંથી વાહનોની અવરજવર શરૂ કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ કાપોદ્રા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ફરી કન્ટેનમેન્ટ વિસ્તારમાં પતરા લગાવી વાહનવ્યવહાર બંધ કરાવ્યો હતો.
આ ઘટના બાદ પોલીસ કમિશ્નર હીરાબાગ ખાતે ના કન્ટેનમેન્ટ વિસ્તારની મુલાકાત માટે પહોંચી ગયા હતા.જ્યાં તેઓએ અધિકારીઓ સાથે પરિસ્થિતિનો ચિતાર મેળવી ચર્ચા વિચારણા કરી હતી. આ ઉપરાત સ્થાનિક લોકોને લોકડાઉનનું પાલન કરવા સૂચન પણ કર્યું હતું.