પાર્કિંગ ચાર્જ મુદ્દે ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા બાદ હવે સુરતના લોકોને પણ રાહત થઈ છે.મોલ, કોમર્શિયલ કોમ્પ્લેસના સનચાલકો હવે લોકો પાસે પાર્કિંગ ચાર્જના નામે વસૂલી કરી શકશે નહીં.અને જો પાર્કિંગ ચાર્જ સંચાલકો દ્વારા લેવામાં આવશેતો સંચાલકો વિરુદ્ધ સુરત પોલીસ ફોજદારી કેસ દાખલ કરવામાં આવશે.
કોમર્શિયલ કોમ્પ્લેક્સ દ્વારા પાર્કિંગ ફી વસુલવામાં આવશે તો ફોજદારી કેસ થશે - GUJARATI NEWS
સુરત: ગુજરાત હાઇકોર્ટનાં આદેશ બાદ ફ્રી પાર્કિંગ મુદ્દે સુરત પોલીસ ટ્રાફિક વિભાગના DCP સુધીર દેસાઈએ પત્રકાર પરિષદ સંબોધી જણાવ્યું હતું કે, હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા ઓર્ડરની કોપી સહિત નોટિસ શહેરના તમામ કોમર્શિયલ કોમ્પ્લેક્સને આપવામાં આવશે. હવે જે પણ કોમર્શિયલ કોમ્પ્લેક્સ દ્વારા પાર્કિંગ ફી વસુલવામાં આવશે તની સામે ફોજદારી કેસ કોમ્પ્લેક્સના સંચાલકો વિરુદ્ધ દાખલ કરવામાં આવશે. હવેથી સુરતના તમામ ટેકસટાઇલ માર્કેટ દ્વારા પણ પાર્કિંગ ચાર્જ નહીં વસુલ કરવામાં આવે.
આ મુદ્દે ટ્રાફિક વિભાગ ના DCP સુધીર દેસાઈએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે,નામદાર હાઇકોર્ટ દ્વારા મલ્ટીપ્લેક્સ ,મોલ ,કોમર્શિયલ પાર્કિંગ ચાર્જ વસૂલી શકશે નહીં.જો આવી રીતે કોઈ પાર્કિંગ ચાર્જ મોલ,શોપિંગ અથવા કોમર્શિયલ કોમ્પ્લેક્ષ દ્વારા પાર્કિંગ ચાર્જ વસુલવામાં આવશેતો IPCની 384 હેઠળ ફોજદારી દાખલ કરવામાં આવશે.
જો હાઇકોર્ટના આદેશોનું ઉલ્લાઘન કરશે તો, ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે.શહેરના તમામ મોલ,શોપિંગ સેન્ટર, કોમ્પ્લેક્ષ સહિત કોમર્શિયલ સ્થળો અને ટેકસટાઇલ માર્કેટના સંચાલકો પાર્કિંગ ચાર્જ નહીં વસૂલી શકશે.તમામ સનચાલકોને હાઇકોર્ટના આદેશની કોપી સહિત નોટિસ આપી જાણકારી આપવાની તાજવીજ સુરત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.