ઉત્તરપ્રદેશમાં અપહરણના ગુનાને અંજામ આપી ગુજરાત આવ્યો સુરત:ગ્રામ્ય વિસ્તારમાં હાલમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસરે પોલીસ સ્ટાફને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. જે અનુસંધાને કોસંબા પોલીસ દ્વારા પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કોસંબા પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે ઉત્તર પ્રદેશમાં અપહરણના ગુનાના આરોપીને ઝડપી પડ્યો હતો.
"ઉત્તર પ્રદેશ રાજ્યમાં અપહરણના ગુનામાં સંડોવાયેલ આરોપી કોસંબા પોલીસની હદમાં હોવાની બાતમી મળતા જ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. આરોપીને દબોચી લીધો હતો. ઉત્તર પ્રદેશ પોલીસને જાણ કરી કબજો સોંપાયો હતો"--જે.એ બારોટ (કોસંબા પોલીસ મથકના પીઆઇ)
બાતમીના આધારે તપાસ: મોરાવા પોલીસ સ્ટેશનના એક અપહરણના ગુનામાં છેલ્લા એક વર્ષથી આરોપી પ્રમોદ ઉર્ફે તુલસી રામ મોહનલાલ નાસતો ફરતો હતો. પોલીસે ચોક્કસ બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. તેમજ ભોગ બનનાર સગીરાને તેના પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
પોલીસ એક્શનમાં:પોલીસે આ મહિનામાં આરોપીઓને મેથીપાક ચખાડ્યો છે. જેમાં થોડા દિવસ અગાઉ માંગરોળ તાલુકાના કુવરદા ગામની સીમમાં ચાલી રહેલ જુગારની પ્રવૃત્તિ પર કોસંબા પોલીસે રેડ કરી હતી. રોકડ, જુગાર રમવાના સાધનો સહિત 37,730 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી એક ઈસમને દબોચી લીધો હતો. બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
સૂચના અને માર્ગદર્શન: સુરત ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહિબિશન તેમજ જુગારની પ્રવૃત્તિ મસ્ત નાબૂદ કરવા સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસર દ્વારા સુરત ગ્રામ્ય પોલીસને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. જેને લઈને કોસંબા પોલીસ દ્વારા થોડા દિવસ અગાઉ ખાસ પેટ્રોલિંગનું આયોજન કરાયું હતું. બાતમીદારોને કામે લગાડી દીધા હતા. કોસંબા પોલીસ મથક ખાતે ફરજ બજાવતા પી આઈ જે.એ બારોટને બાતમી મળી હતી. માંગરોળ તાલુકાના કુવરદા ગામની સીમમાં આવેલ જોધલપીર મંદિરની પાછળની ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાક ઈસમો પૈસા વડે અંદર બહાર હારજીતનો જુગાર રમી રમાડે છે. જે ચોક્કસ માપના આધારે કોસંબા પોલીસે રેડ કરતા એક ઈસમ પકડાઈ ગયો હતો જ્યારે બે ઈસમો ભાગી ગયા હતા.
- Surat RTO Special Drive: બાળકોને સ્કૂલવાન અને ઓટો રીક્ષામાં ઠાંસી ઠાંસીને ભરતાં વાહનચાલકો સામે તંત્રની તવાઈ
- Surat Bank Robbery : ધોળા દિવસે બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં લૂંટ, પાંચ મિનિટમાં લુંટારો 14 લાખ લૂંટી ફરાર