ગુજરાત

gujarat

ETV Bharat / state

આંધ્રપ્રદેશ અને તેલંગાણા સરકારની ભેદભાવવાળી નીતિના વિરોધમાં VHP દ્વારા કલેક્ટરને અપાયું આવેદન - surat news

સુરત: આંધ્રપ્રદેશ અને તેલંગાણા સરકારની ભેદભાવવાળી નીતિના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા રાષ્ટ્રપતિને ઉદ્દેશી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળે આરોપ મુક્યા છે કે, સરકાર હિન્દુ વિરોધી નીતિ અપનાવી રહી છે. તેમજ વોટબેંક મેળવવા સરકાર મુસ્લિમ અને ઈસાઈ સમાજના લોકોને અવનવા પ્રલોભનો આપી રહી છે.

government
સુરત

By

Published : Jan 8, 2020, 11:37 PM IST

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા તેલંગાણા અને આંધ્ર પ્રદેશની સરકાર સામે પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યાનુસાર, આંધ્રપ્રદેશ અને તેલંગાણા સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી મુસ્લિમ અને ઈસાઈ સમાજના લોકો ભાગલા પાડવાની નીતિ વોટબેંક મેળવવા માટે કરી રહી છે. સરકારની આ નીતિ ગેર બંધારણીય છે. વિશ્વ હિન્દુ પરિષદે હિન્દુ પર થતા અત્યાચાર રોકવા સૂત્રોચ્ચાર કરી હિન્દુઓને ન્યાય અપાવવા માંગ કરાઇ હતી.

આંધ્રપ્રદેશ અને તેલંગાના સરકારની ભેદભાવવાળી નીતિના વિરોધમાં VHP દ્વારા કલેકટરને આપ્યું આવેદનપત્ર

દર મહિને સરકારી તિજોરીમાંથી મૌલવીઓને 10,000 હજાર રૂપિયા અને મુઅજજનો સહિત પાદરીઓને રૂપિયા 5000 હજાર આપી ભેદભાવની નીતિ કરી રહી છે. હિન્દુ વિરોધી આ નીતિ સામે વિશ્વ હિંન્દુ પરિષદ-બજરંગ દળ વિરોધ કરે છે.

સરકારની આ નીતિ બંધ કરવામાં આવે અથવા તો સમાન હક્ક આપવામાં આવે તેવી માંગ સાથે દેશના રાષ્ટ્રપતિને ઉદેશીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details