સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીનનો 76મો જન્મદિવસની ઉજવણીને લઈ વ્હોરા સમાજના લોકોમાં ભારે ઉત્સાહ છે. તેમના જન્મદિન નિમિત્તે સુરતના ઝાપા બઝારમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ડૉ. સૈયદના સાહેબના નિવાસ સ્થાને તેમની મુલાકાત લીધી અને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે તહેસુનદ્બ-નિકાહ-કમેટી દ્વારા સમાજનો રસ્મ-અ-સૈફી એટલે સમુહ લગ્નમાં હાજરી પણ આપી હતી.
દાઉદી વ્હોરા સમાજના 192 નવયુગલના નિકાહ સમારોહમાં CM રૂપાણીએ આપી હાજરી - સુરત ન્યૂઝ
સુરત: દાઉદી વ્હોરા સમાજના 192 નવયુગલના નિકાહ સમારોહમાં સોમવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હાજરી આપી નવયુગલને શુભેચ્છા પાઠવી હતી. મુખ્યપ્રધાન રૂપાણીએ ડૉ. સૈયદના સાહેબની મુલાકાત લઇ દાઉદી વ્હોરા સમાજના બાવનમાં ધર્મગુરુ ડૉ. સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબના 109મો જન્મદિવસ તથા 53માં ધર્મગુરુ ડૉ. સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીનનો 76મો જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.
રુપાણી
આ સમુહ લગ્નમાં સુરત સહિત દેશના વિવિધ શહેરો તથા વિદેશથી પણ ઉપસ્થિત કુલ 192 યુગલો લગ્નગ્રંથીમાં જોડાયા હતા. સમૂહ નિકાહના આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાને ખાસ ઉપસ્થિત રહી અને તમામ યુગલોને આશિર્વાદ પાઠવ્યા અને સમાજના યોગદાનની પ્રશંસા કરી હતી.