- મુખ્યપ્રધામે દાઉદી વ્હોરા સમાજના મિલાદ મુબારક ઉત્સવમાં સહભાગી બન્યા
- દેશ-વિદેશમાંથી વ્હોરા સમાજના હજારો અનુયાયીઓ ઉમટી પડયા
- દાઉદી વ્હોરા સમાજના ઝુલુસમાં બુરહાની સ્કાઉટ, બુરહાની ગાર્ડ, તાહેરી બેન્ડએ આકર્ષણ જમાવ્યું
સુરતઃ સુરતમાં દાઉદી વ્હોરા સમાજના(Daudi Vora Samaj in Surat) ધર્મગુરૂ હીઝ હોલિનેસ ડૉ. સૈયદના અબુલ કાઈદ જોહર મોહમ્મદ બુરહાનુદ્દીનના 111મી મિલાદ મુબારક (જન્મજયંતિ) મહોત્સવ તેમજ વર્તમાન 53મા સર્વોચ્ચ ધર્મગુરૂ હીઝ હોલિનેસ ડૉ. સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબના 78મા જન્મદિવસની(Dr. Mufaddal Saifuddin Saheb Birthday) ઉજવણીમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel Surat) સહભાગી બન્યા હતા, અને તેમના જન્મદિનની પૂર્વસંધ્યાએ શુભેચ્છા પાઠવીને આશીર્વાદ મેળવ્યાં હતા. ડૉ. સૈયદનાજીએ(Dr. Syednaji's birthday) CM પટેલને શાલ અને સ્મૃતિભેટ અર્પણ કરી સન્માન કર્યું હતું.
દાઉદી વ્હોરા સમાજના 25 જેટલા બેન્ડે મધુર સુરાવલિ છેડીને આકર્ષણ જમાવ્યું હતું
સુરતના ઝાંપા બજારના દેવડી પાસે મિલાદ મહોત્સવની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલી શાનદાર પ્રોસેશન(મોકીબ)નું ડૉ.સૈયદના સાહેબ(Dr. Syednaji happy birthday) તેમજ મુખ્યપ્રધાન અભિવાદન ઝીલ્યું હતું. દેશના અલગ અલગ વિસ્તારોથી આવેલા દાઉદી વ્હોરા સમાજના 25 જેટલા બેન્ડે મધુર સુરાવલિ છેડીને આકર્ષણ જમાવ્યું હતું. સૈફી સ્કાઉટ, બુરહાની ગાર્ડ, તાહેરી બેન્ડ, બાઈક રાઈડર્સ, સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ ભવ્ય પ્રોસેશનમાં દેશ-વિદેશમાંથી વ્હોરા સમાજના હજારો અનુયાયીઓ ઉમટી પડયા હતા.