ગુજરાત

gujarat

ETV Bharat / state

યુ-ટ્યુબ પર વીડિયો જોઈને ચેઈન સ્નેચિંગ કરતાં શિખ્યો, 50 થી વધુ લોકોને શિકાર બનાવ્યા

સુરત : યુપીથી સુરત ચેઈન સ્નેચિંગ કરવા આવતા રીઢા ગુનેગારની સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે મોહમ્મદ વસીમ ખાનની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આ આરોપી કાપડના ધંધામાં નુકસાન થયા બાદ યુ-ટ્યુબ પર ચેઈન સ્નેચિંગના વીડિયો જોઈને ઘટનાને અંજામ આપતો હતો.

etv bharat

By

Published : Oct 20, 2019, 9:04 PM IST

સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી કાળા કલરની પલ્સર બાઈક પર ચેઈન સ્નેચિંગની ઘટનાઓ બનતી હતી. જેને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે મહિધરપુરા મોતી ટોકિઝ ત્રણ રસ્તા પાસેથી મોહમ્મદ વસીમ મોહમ્મગશફીક ખાનને પોલીસે પકડી પાડ્યો હતો. અને તેની તપાસ કરતા 3 સોનાની ચેઈન કિંમત 1.36 લાખ અને પલ્સર બાઈક કિંમત 60 હજારના મુદ્દામાલ સાથે પકડી પડવામાં આવ્યો હતો. તેને સોનાની ચેઈન અંગે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેણે ચોકબજાર, અડાજણ સહિતના વિસ્તારમાં 12 જેટલા ચેઈન સ્નેચિંગ કર્યા હતા. જ્યારે વડોદરામાં 5 અને કાનપુરમાં 35 ગુનાને અંજામ આપ્યો હતો. અત્યાર સુધીમાં તેણે 50 થી વધારે ઘટનાને અંજામ આપ્યો છે.

યુ-ટ્યુબ પર વીડિયો જોઈને ચેઈન સ્નેચિંગ કરતાં શિખ્યો, 50 થી વધુ લોકોને શિકાર બનાવ્યા

આરોપીના ઇતિહાસની વાત કરવામાં આવે તો મોહમ્મદ વસીમ મોહમ્મદશફીક ખાન 3 વર્ષ પહેલાં સુરતમાં જ રહેતો હતો. અને રાજ માર્કેટમાં ભાડેથી દુકાન રાખી કાપડનો વેપાર કરતો હતો. તે દરમિયાન ક્રિકેટ મેચમાં સટ્ટો રમવાની લતે ચડી જતા ધંધામાં નુકસાન ગયું હતું. જેથી દુકાન બંધ કરીને તે કાનપુર ચાલ્યો ગયો. ત્યારે ત્યાં કંઈ કામ ન મળતા તે મોબાઈલ ફોનમાં યુ-ટ્યુબ જોતો હતો. ત્યારે તેણે ચેઈન સ્નેચિંગના વીડિયો જોઈને ચેઈન સ્નેચિંગ અને ચોરીના સામાનનું વેચાણ કરવાનું નક્કી કરી લીધું હતું. શરૂઆતમાં કાનપુરમાં ગુનાને અંજામ આપતો હતો. જો કે, સ્થાનિક શહેરમાં પકડાઈ જવાના ડરથી સુરત શહેરમાં ચેઈન સ્નેચિંગ કરવાનું નક્કી કર્યું હતું.અને પોતે રેલવે દ્વારા સુરત આવી બે ત્રણ દિવસ ચેઈન સ્નેચિંગ કરી બાઈક ટ્રાવેલ્સની ઓફિસ પર મૂકી કાનપુર ચાલ્યો જતો હતો. તેમજ બાઈકની નંબર પ્લેટ કોઈ જગ્યાએ CCTV માં ન આવે તે માટે બંને નંબર પ્લેટ પણ કાઢી નાખતો હતો. અને ચેઈન સ્નેચિંગ સમયે હેલમેટ પહેરી રાખતો હતો.

ABOUT THE AUTHOR

...view details