ગુજરાત

gujarat

ETV Bharat / state

દુનિયાનો પહેલો કાપડનો દસ્તાવેજ: વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન

સુરત: ટેકસટાઇલ સિટી સુરતમાં કાપડમાંથી બનાવવામાં આવેલા દુનિયાના એકમાત્ર દસ્તાવેજને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ અને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાયામાં સ્થાન મળ્યું છે. સુરતના કાઓળ અને વેલ્યુએડિશનને વિશ્વના લોકો ઓળખે તે હેતુથી સુરતના કાપડ વેપારી અને બિલ્ડર સંજય બાબુલાલ સુરાના દ્વારા બનાવડાવવામાં આવ્યો હતો.

કાપડમાંથી બનાવેલ દુનિયાના એકમાત્ર દસ્તાવેજને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન
કાપડમાંથી બનાવેલ દુનિયાના એકમાત્ર દસ્તાવેજને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન

By

Published : Dec 24, 2019, 10:56 PM IST

સુરતમાં કાપડ ઉપર લખાયેલો વિશ્વનો પહેલો દસ્તાવેજ ટેક્સ્ટાઇલ નગરી સુરતમાં તૈયાર થયો છે. આટલું જ નહીં આ દસ્તાવેજને હવે ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ અને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાયામાં સ્થાન મળ્યું છે. જેને લઈને વકીલ અને દસ્તાવેજ બનાવનાર બિલ્ડરમાં હર્ષની લાગણી જોવા મળી હતી. સુરતના કાપડથી તૈયાર આ દસ્તાવેજ સુંદર અને આકર્ષક છે. કાગળ કરતા કાપડનું આયુષ્ય વધારે હોવાના કારણે સુરતના કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આ દસ્તાવેજ સુરતના કાપડ વેપારી અને બિલ્ડર દ્વારા ખાસ કાપડના દસ્તાવેજને તૈયાર કરાવવામાં આવ્યો છે. ટુક સમયમાં આ દસ્તાવેજને સુપ્રીમ કોર્ટ મ્યુઝિયમમાં પણ મોકલાશે.

કાપડમાંથી બનાવેલ દુનિયાના એકમાત્ર દસ્તાવેજને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન
ડાયમંડ સીટી અને ટેકસ્ટાઈલ સીટી તરીકે ઓળખાતા સુરતની ઓળખમાં વધુ એક સોપાન ઉમેરાયું છે. અત્યાર સુધી કોઈ સંપત્તિનો દસ્તાવેજ કાગળમાં જોયા હશે. પરંતુ વિશ્વમાં પ્રથમવાર સંપત્તિનો દસ્તાવેજ કાપડમાં તૈયાર કરાયો છે. સાથે ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ અને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાયામાં સ્થાન મળતા ચાર ચાંદ લાગી ગયું છે. આ દસ્તાવેજ બનાવવા માટે ત્રણથી ચાર મહિનાનો સમય લાગ્યો છે. વિવિધ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા કર્યા બાદ દરેક વિભાગથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ આગ ઉપર ડિજિટલ પ્રિન્ટિંગ કરાવી દસ્તાવેજ તૈયાર કરાયો છે. આ કાપડનો દસ્તાવેજ નાનપુરા સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયો છે. તેમજ શહેરના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા અને બિલ્ડર સંજય સુરાનાએ કાપડ પરનો પહેલો દસ્તાવેજ નોંધાવ્યો છે. ભારતીય સંસ્કૃતિ અને કાપડ ઉદ્યોગને નવી ઊંચાઈ પર લઈ જવાના હેતુ સાથે કાપડ પર દસ્તાવેજ નોંધાવવામાં આવ્યો હોવાનું સંજયે જણાવ્યું હતું.

કાપડ વેપારી અને બિલ્ડર સંજય બાબુ સુરાનાએ પોતાના વકીલ અને મિત્ર અરુણ લોહાતી મારફતે આ દસ્તાવેજ બનાવડાવ્યો છે. 17 પાનાનો દસ્તાવેજને ત્રણથી ચાર માસ બનાવવામાં લાગ્યા હતા. આ દસ્તાવેજ પોલિસ્ટર કાપડ પર બનાવવામાં આવ્યો છે. ખાસ પ્રકારનો દસ્તાવેજ બનાવવા ખાસ કાપડ અને ડિજિટલ પ્રિન્ટનો તેમાં ઉપયોગ કરાયો છે. સાથે મોટા અક્ષરોએ લખવામાં આવેલા લખાણ એમ્બ્રોડરી વર્ક દ્વારા કરાયું છે. જે આ દસ્તાવેજને આકર્ષક બનાવે છે.

આ દસ્તાવેજ પર ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરા સાફ જોવા મળે છે. દસ્તાવેજના બોક્સ પર ગુજરાતનો નકશો બનાવવામાં આવ્યો છે. જે આ દસ્તાવેજને ખુબ જ આકર્ષક બનાવે છે. સુરતના વકીલ અરુણ લોહાટી દ્વારા કાપડ પર મિલકતનો દસ્તાવેજ બનાવવામાં આવ્યો છે.

કાપડ વેપારીના મિત્ર અને વકીલ લોહાટીએ અગાઉ સંસ્કૃત ભાષામાં મિલકતનો દસ્તાવેજ બનાવી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. તેઓએ અગાઉ સંપૂર્ણ ગુજરાતી ભાષામાં તાડપત્ર ખુદાઇ ઉપર પણ દસ્તાવેજ તૈયાર કરાવી નોંધની કરાવી ચૂક્યા છે. જ્યારે વર્ષ 2018માં વિશ્વનો પહેલો સોના ચાંદી અને હિરા જડિત દસ્તાવેજ પણ તૈયાર કરી નોંધણી કરાવ્યો છે. ટેકસ્ટાઈલ્સના કાપડ ઉદ્યોગને દુનિયાભરમાં ખ્યાતિ મળે તે આશ્રયથી કાપડ પર દસ્તાવેજ બનાવવામાં આવ્યો છે..

અગત્યની વાત એ છે કે કાપડના દસ્તાવેજ અને સુપ્રીમ કોર્ટના લો મ્યુઝિયમમાં પણ મોકલાશે, સાથે-સાથે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધણી કરાવવા મોકલવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details