ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના બાદ ફેફસા, હૃદય અથવા મસ્તિકમાં થઈ રહી છે ગાંઠ, આકસ્મિક મોતથી બચવા કરાવો ડી ડાયમર ટેસ્ટ

કોરોના સંક્રમણ જેટલો જીવલેણ સાબિત થઈ રહ્યો છે, તેના કરતા સંક્રમણથી બચી ગયેલા લોકો માટે હવે નવી ચિંતા સર્જાઈ છે. કારણ કે, સંક્રમણને મ્હાત આપી સાજા થયેલા લોકોના આકસ્મિક મોતના બનાવ હાલ સામે આવી રહ્યા છે. જેની પાછળનું મુખ્ય કારણ ફેફસા, હૃદય અથવા મસ્તિકમાં થઈ રહેલી ગાંઠ છે. જેના કારણે હાલ સુરતના ડૉક્ટર્સ લોકોને અપીલ કરી રહ્યા છે કે, કોરોનાને મ્હાત આપ્યા બાદ તેઓ ડી- ડાયમર ટેસ્ટ કરાવવો ફરજિયાત છે.

ડી ડાયમર ટેસ્ટ
ડી ડાયમર ટેસ્ટ

By

Published : May 10, 2021, 10:41 PM IST

  • કોરોનાને મ્હાત આપનારા 50થી 60 ટકા લોકોમાં ડી ડાયમર માઈલ્ડ વધારે આવી રહ્યું છે
  • સમયસર સારવાર ન કરવામાં આવે તો આ જીવલેણ સાબિત થઇ શકે છે
  • કોરોનાને મ્હાત આપ્યા બાદ અનેક લોકો આકસ્મિક તો રીતે મૃત્યુ પામી રહ્યા છે

સુરત : શહેરમાં યુવાનો માટે નવી ચિંતા સર્જાઈ છે. કોરોનાને મ્હાત આપ્યા બાદ જે લોકો વિચારી રહ્યા છે કે, તેમને સાજા થઈ ગયા છે, તેમના માટે આ એક ખૂબ જ આઘાતજનક સમાચાર છે. કારણ કે, હાલ સુરતમાં કોરોનાને મ્હાત આપનારા 50થી 60 ટકા લોકો એવા છે, કે જેમાં ડી ડાયમર માઈલ્ડ વધારે આવી રહ્યું છે અને જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો આ જીવલેણ સાબિત થઇ શકે છે. જ્યારે બીજી બાજુ 10થી 15 ટકા એવા લોકો છે કે, જેમાં ડી ડાયમર હાઇ લેવલ આવે છે. કોરોનાને મ્હાત આપ્યા બાદ અનેક લોકો આકસ્મિક તો રીતે મૃત્યુ પામી રહ્યા છે. હાલ આ તકલીફ મોટા ભાગે યુવાનોમાં જોવા મળી રહી છે. જેના કારણે તેમને હૃદયની તકલીફ સર્જાઈ છે.

કોરોના બાદ ફેફસા, હૃદય અથવા મસ્તિકમાં થઈ રહી છે ગાંઠ, આકસ્મિક મોતથી બચવા કરાવો ડી ડાયમર ટેસ્ટ

આ પણ વાંચો -સુરતમાં પોસ્ટ કોરોના ઇફેક્ટ: મ્યુકરમાઈકોસીસના કારણે અનેક લોકોએ ગુમાવી આખની રોશની

50-60 ટકા લોકોમાં માઈલ્ડ ડી ડાયમર

સુરતના હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર અતુલ અભ્યંકરે જણાવ્યું હતું કે, કોરોનાથી સાજા થયેલા અનેક લોકોમાં અચાનક જ મૃત્યુનું પ્રમાણ જોવા મળે છે. લોકોને ખબર પણ પડતી નથી કે આ મોત શાના કારણે થયું છે. અમે તમામ ડૉક્ટર્સ લોકોને અપીલ કરતા હોઈએ છે કે, કોરોનાને મ્હાત આપ્યા બાદ લોકો ડી ડાયમર ટેસ્ટ કરાવે. જેથી આ ટેસ્ટ થકી ખબર પડે કે, કોરોનાની શું અસર તેમના શરીર પર થઇ છે અને જો કોઈ અસર થઈ હશે, તો તેના પ્રમાણે દવાઓ અને ઈન્જેકશન આપવામાં આવતા હોય છે. આ ખૂબ જ ચિંતાજનક છે જેથી લોકોને આ ટેસ્ટ કરાવવો જરૂરી છે.

ડી ડાયમર ટેસ્ટ શું હોય છે?

આ પણ વાંચો -કોરોના સંક્રમણ વચ્ચે માનસિક તણાવમાંથી મુક્તિ કેવી રીતે મેળવશો?

કોઇ લક્ષણ હોતા નથી

હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર અતુલ અભ્યંકરે વધુમાં જણાવ્યું હતું કે, લોકોને લાગશે કે તેઓ ખૂબ જ સ્વસ્થ થઈ ગયા છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ જુદી હોય છે. લોકોને ખબર પણ પડતી નથી કે તેમના શરીરમાં કલોટ બની ગયા છે અને અચાનક જ તેમનું મોત નીપજે છે. જે લોકો ટેસ્ટ કરાવે લે છે અને તેમને ડી ડાયમર હાઈ હોય તો અમે લોહી પાતળું કરવા માટે હિપરિનની દવા આપવામાં આવે છે. ડી ડાયમર હાઇ છે, તેના કોઇ લક્ષણ રહેતા નથી. સામાન્ય રીતે જે લોકો કોરોનાથી સાજા થયેલા હોય છે તેમને લાગે છે કે, કોરોનાની અસરના કારણે તેમને થાક અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, પરંતુ આ ડી ડાયમર હાઈ હોવાના પણ લક્ષણ છે.

ડી ડાયમર ટેસ્ટ શું હોય છે?

આ પણ વાંચો -વેક્સિન પર શંકા બંધ કરોઃ વેક્સિનથી કોરોના થવાની શક્યતા ઓછી થઇ જાય છે

ડી ડાયમર ટેસ્ટ શું હોય છે?

આ એક પ્રકારનો બ્લડ ટેસ્ટ છે. જેના થકી શરીરના રક્તકણ અંગેની જાણ થતી હોય છે. ફેફસા, હૃદય અથવા તો મસ્તિષ્કમાં બ્લડ કલોટ થાય તો આ ટેસ્ટ થકી જાણકારી મળે છે. રિપોર્ટ બાદ ડૉક્ટર સારવાર કરતા હોય છે. હાલ ગ્રામીણ વિસ્તારોમાં આ કીટની અછત જોવા મળે છે, જેના થકી આ ટેસ્ટ કરવામાં આવે છે. શરીરની અંદર લોહીના ગઠ્ઠા વધુ પ્રમાણમાં જામી જાય અને ફેફસાં સુધી પહોંચે તો શ્વાસ ન લઈ શકાય એ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, તો આ ટેસ્ટ કરાવવો ખૂબ જ જરૂરી છે. ડી ડાયમર આ લોકોમાં વધારે હાઈ જોવા મળે છે, જેમનું ઓક્સિજન લેવલ સારવાર દરમિયાન ઓછું થઇ જતું હોય છે.

આ પણ વાંચો -કોરોનામાં કેન્સરના દર્દીઓમાં 60 ટકાનો ઘટાડો, સારવાર ન થવાને કારણે રોગમાં વધારો થશે

ABOUT THE AUTHOR

...view details