સુરત શહેરના (Suicide case Surat) સચિન વિસ્તારમાં ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લાથી ધોરણ 12 નો અભ્યાસ છોડી સુરત નોકરી માટે આવેલા 17 વર્ષીય કિશોરે પાંચ પાનાની સુસાઇડ નોટ લખી આપઘાત કર્યો છે. હાલ આ મામલે સચીન પોલીસે આપઘાતનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો સુરતમાં એક યુવકે સાતમા માળેથી ઝંપલાવી પોતાનું જીવન મોતને વહાલું કર્યું
ફાંસો ખાઈ આત્મહત્યા કરીસુરત શહેરમાં સતત (Suicide News) આપઘાતની ઘટનાઓ વધી રહી છે. આ આપઘાતની ઘટનાઓમાં નાની-નાની વાતે, દેવું વધી જતા, બીમારીના કારણે કાંતો પછી પોતાના અંગત કારણોને લઇ લોકો આપઘાત કરી રહ્યા છે. ફરીથી શહેરના સચિન વિસ્તારમાં આવેલ સૂડા સેક્ટરમાં રહેતો 17 વર્ષીય રામલખણે જેઓ બપોરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
મામલે તપાસઆ મામલે તપાસ કરનાર સચિન પોલીસ સ્ટેશનના અધિકારી પ્રવિણ દેસલેએ જણાવ્યું કે, રામલખણ જેઓ મૂળ ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લામાં રહે છે.તે પોતાના વતનમાં ધોરણ 12માં અભ્યાસ હતો. તેના પિતા નથુપ્રસાદ શિક્ષક છે. રામલખણે અધુરામાં અભ્યાસ છોડી સુરતમાં રહેતા મામાના દિકરા પિંટ્ પાસે નોકરી કરવા માટે આવ્યો હતો.જોકે રામલખણ થોડા દિવસ પહેલા જ રોજગારી મેળવવા માટે સુરત આવ્યો હતો.
આ પણ વાંચો વડોદરામાં 7 વર્ષના બાળક સહિત સામૂહિક આત્મહત્યા
એવું અનુમાન છેવધુમાં જણાવ્યુંકે, રામલખણ સુરત આવી તેના મામાના છોકરા પીન્ટુ સાથે રહેતો હતો. પીન્ટુ એ સચિન વિસ્તાર માં આવેલ ખાનગી ઈન્ડસ્ટ્રીયલમાં નોકરી કરતો હતો. જેથી પીન્ટુ એ રામલખણને પોતાની સાથે ઈન્ડસ્ટ્રીયલમાં નોકરી માટે લઈ ગયો હતો પરંતુ તેની ઉમર નાની હોવાથી નોકરી મળી નઈ હતી.નોકરી નહી મળતા આ પગલું ભરી લીધું હોય એવું અનુમાન છે. રામલખણને ત્રણ બહેન અને એક નાનો ભાઈ છે. આ ઘટનાને પગલે પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે.
સુસાઇડ નોટ તેણે લખ્યું હતું કે, મેં મેરી મોત કા જવાબદાર મૈં ખુદ હું પુલીસ અપન ઘર વાલો સે હાથ જોડકર કહ રહા હુ કિ હિંદુ ભઈયા કો કોઈ કુછ નહી બોલંગા નહી તો મે મર કે ભી અપની આત્મા કો શાંત નહી કર પાઉંગા પિતા અને ભાઈને સંબોધીને પાંચ પાનાની સ્યુસાઈટ નોટ લખેલી હતી.