ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં ધોરણ 11ની વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી - અડાજણ આપઘાત

સુરત: શહેરના અડાજણ વિસ્તારમાં ધોરણ 11ની વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થીએ ટ્યૂશન ક્લાસથી ઘરે પરત ફર્યા બાદ આપઘાત કર્યો હતો. આ ઘટના બાદ તેના પરિવારમાં દુ:ખનો માહોલ છવાયો છે, તો બીજી તરફ બનાવની જાણ થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર બાબતની વિગત મેળવીને આગળની તપાસ શરૂ કરી હતી.

પ્રતિકાત્મક ફોટો

By

Published : Jul 24, 2019, 3:14 PM IST

મળતી માહીતી મુજબ અડાજણ સ્થિત નીલકંઠ એપાર્ટમેન્ટમાં રહેતા ઘનશ્યામભાઈ ગુપ્તા જેઓ કાપડના વેપારી છે, તેમને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે.મોટી પુત્રી લક્ષ્મી ધોરણ 11માં અભ્યાસ કરતી હતી. લક્ષ્મીએ ટ્યૂશનથી ઘરે આવ્યા બાદ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે બાદ પરિવારજનોએ તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેની તપાસ કરી મૃત જાહેર કરી હતી. બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.જો કે વિદ્યાર્થીનીએ ક્યા કારણોસર આપઘાત કર્યો તે હજૂ પણ અકબંધ છે.

ધોરણ11ની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત

ABOUT THE AUTHOR

...view details