સુરત: ડિંડોલી વિસ્તારમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સામે આવ્યો છે. વહેલી સવારે ફરજ પર હાજર પીસીઆર વાનના કર્મચારી દ્વારા યુવકને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ બાદ હોબાળો મચાવી લોકોનું ટોળુ એકઠું થયું હતું. જેમાં પોલીસ અને લોકો વચ્ચે પથ્થરમારાના દૃશ્યો સામે આવ્યા હતા. આ લોકટોળું ભેગું થતાં પરિસ્થિતિ વણસી હતી.
સુરતમાં બિનજરૂરી લટાર મારવા નીકળેલા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
લોકડાઉન હોવા છતાં સુરતના ડીંડોલી વિસ્તારમાં લોકો બહાર નીકળ્યા હતા. બિનજરૂરી લટાર મારવા બહાર નીકળી પડેલા લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કાર્યવાહી કરતા લોકોએ પોલીસ પર પથ્થરમારો કરતા જવાબમાં પોલીસે પણ પથ્થરમારો અને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પથ્થરમારામાં એક પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયો છે.
લોકડાઉન
જોતજોતામાં લોકોનું ટોળું રસ્તા પર ઉતરી આવ્યું હતું. જ્યારે પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જ્યાં પોલીસ પર પથ્થરમારો કરતા જવાબમાં પોલીસે પણ પથ્થરમારો અને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.