સુરત: બમરોલી રોડ પર આવેલા ગીતાનગરમાં રહેતા વૃદ્ધા ગત તારીખ 18મીએ શંકાસ્પદ કોરોનાના લક્ષણો સાથે 108 એમ્બ્યુલન્સમાં સિવિલમાં ખસેડાયાં હતાં. અહીં તેમને કોવિડ-19 હોસ્પિટલના જી-19 વોર્ડમાં દાખલ કરાયા હતા. બીજા દિવસે વૃદ્ધાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ તારીખ 20મીએ સવારે ડોક્ટરે વૃદ્ધાના પુત્ર પવનને માતાની તબિયત સારી હોવાનું કહ્યું હતું અને સાંજે 4 કલાકે તબિયત વધુ ગંભીર હોવાનું કહી જૂની બિલ્ડિંગના જી-૪ વોર્ડમાં બોલાવ્યો હતો. અહીં રૂકમાબેનની તબિયત ગંભીર હોવાનું કહી તેમની પાસે કાગળો પર સહી લેવાઈ હતી.
સિવિલની બેદરકારી: 11 દિવસ પહેલા મૃત્યુ પામેલા વૃદ્ધાના પુત્રને ફોનમાં કહેવાયું, તમારી માતાની કન્ડિશન સ્ટેબલ છે - કોરોના
સિવિલ હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડીની તમામ ચરમસીમાને પાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોરોનાની સારવાર દરમિયાન 11 દિવસ પહેલા સિવિલમાં મૃત્યુ પામેલી બમરોલીની વૃદ્ધાના પુત્રને ગુરુવારે કંટ્રોલ રૂમમાંથી તમારી માતાની કન્ડિશન સ્ટેબલ છે, તેમના સ્વાસ્થ્યમાં સુધાર લઇ આવવાના પ્રયાસ ચાલી રહ્યાં છે તેવો ફોન આવતા અશ્ચર્ય થયુ હતું. એક તબક્કે પુત્રને તેને કોઈ બીજાનું શબ તો નહીં સોંપી દેવાયું હતું ને? તેવો વિચાર આવતા સિવિલમાં ફરી તપાસ કરવા કહ્યું હતું. જોકે, ફરીવાર તેને ફોન આવ્યો નહોતો.
આ સમગ્ર કાર્યવાહી વચ્ચે થોડા સમય બાદ વૃદ્ધાના મૃત્યુની જાણ કરાઈ હતી. આ બાબતને લઇ પવન સૂર્યવંશીએ જણાવ્યું હતું કે, ગુરુવારે માતાના મૃત્યુને બરાબર 11 દિવસ થયા છે. આ દરમિયાન સિવિલના કંટ્રોલ રૂમમાંથી એક વ્યક્તિને ફોન આવ્યો હતો. જેમાં આ ફોન કોલ તેમના રૂઝાયેલા ઘાવ ફરી તાજા કરી ગયો હતો. સિવિલના કંટ્રોલ રૂમમાંથી બોલનારા વ્યક્તિએ કહ્યું હતું કે, તમારી માતાની કન્ડિશન સ્ટેબલ છે, તેઓ રેગ્યુલર દવા લે છે. તમારી વાત થાય છે ને. તેમને સારા કરવાના પ્રયાસ ચાલી રહ્યાં છે. આટલા વચ્ચે મેં ફોન પર વાત કરનારા વ્યક્તિને અટકાવ્યો હતો અને મારી માતાનું 11 દિવસ પહેલા મોત થયું હોય પહેલાં બરાબર તપાસ કરાવો સાહેબ, એમ કહી ફરી ફોન કરવા કહ્યું હતું. મને માતાના મૃત્યુનું પ્રમાણપત્ર આપી દેવાયું છે, ત્યારે સિવિલ તંત્ર કઈ હદે લાપરવાહ છે, તે આ કિસ્સા પરથી સમજી શકાય છે.