- સુરતમાં વેક્સિનેશનનો બગાડ થઇ રહ્યો
- શહેર આરોગ્ય અધિકારીની ટીમ દ્વારા ગંભીર રીતે તકેદારી રાખી રહ્યા
- તારીખ આપવામાં આવી હોય તે વ્યક્તિને તે તારીખે વેક્સિનનો લાભ મળતો નથી
સુરત :શહેરમાં વેક્સિનેશનનો બગાડ થઇ રહ્યો છે. આ વાત શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ વાતને લઈને સુરત શહેર આરોગ્ય અધિકારી અને તેમની ટીમ દ્વારા ગંભીર રીતે તકેદારી રાખવામાં આવી છે. જોકે, શહેરમાં આવી વાતો પણ બહાર આવી છે કે, વેક્સિનેશન એગ્રીમેન્ટ કાગળ ઉપર જે દિવસની તારીખ આપવામાં આવી હોય જે તે વ્યક્તિને તે તારીખે વેક્સિનનો લાભ લઈ શકતો નથી તેનું કારણ પણ બહાર આવ્યું છે.
વેક્સિન લેનારી વ્યક્તિ તેમના તારીખથી ત્રીજા-ચોથા દિવસે વેક્સિનનો લાભ લઇ
સુરતમાં જ્યારથી વેક્સિન આપવાની શરૂઆત થઈ છે. ત્યારથી એવી વાતો પણ બહાર આવી રહી છે કે, જે વ્યક્તિનું વેક્સિનેશનના એગ્રિમેન્ટ કાગળ ઉપર જે તારીખે આપવામાં આવી હોય તે તારીખે જે તે વ્યક્તિ જાય છે. ત્યારે તે વ્યક્તિને તેમના વિસ્તારના હેલ્થ સેન્ટર દ્વારા એમ કહેવામાં આવે છે કે, વેક્સિનેશનનું ટોકન પતી ગયું છે. બપોરે આવજો. જે તે વ્યક્તિ બપોરે ગયા પછી એમ કહેવામાં આવે છે કે, સાંજે આવજો. આ જ રીતે કરતા બે થી ત્રણ દિવસ વીતી જાય છે. વેક્સિન લેનારી વ્યક્તિ તેમના તારીખથી ત્રીજા-ચોથા દિવસે વેક્સિનનો લાભ લઇ છે.
વેક્સિનેશનના લાભાર્થીઓને વેક્સિન મળી રહે તેવી વ્યવસ્થા કરાઇ
સુરત આરોગ્ય અધિકારી આશિષ નાયક દ્વારા એમ જણાવવામાં આવ્યું કે, હાલના તબક્કે સુરત કોર્પોરેશન દ્વારા આપવામાં આવતી વેક્સિનેશન શહેરના તમામ સેન્ટર ઉપર વેક્સિનેશનનો બગાડ થઈ રહ્યો નથી. તમામ સેન્ટર ઉપર વેક્સિનેશનના લાભાર્થીઓને વેક્સિન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. એક પણ વ્યક્તિનો બગાડ ન થાય તે રીતે વેક્સિનેશન લાભાર્થીઓને તે દિવસે રક્ષણ આપવામાં આવી રહ્યું છે.
45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિનેશન આપવાની કામગીરી હાથ ધરાઇ