સુરત: શહેરમાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરવા માટે અગાઉ સુરત પોલીસની સાથે RAFના જવાનો સ્થળ પર તેનાત કરવામાં આવ્યા હતા. હવે લોકડાઉન સમય મર્યાદા વધારો કરવામાં આવે તેવી શક્યતા છે.
સુરતમાં લોકડાઉનના ચુસ્ત અમલ માટે RAF બાદ હવે CISF જવાનોએ કમાન સંભાળી
સુરત શહેરમાં લોકડાઉનનો ચુસ્ત અમલ માટે RAF બાદ હવે CISF જવાનોએ પણ કમાન સંભાળી લીધી છે. ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના પોઝિટિવ કેસને કારણે લોકડાઉનમાં વધારો કરવામાં આવશે. જે કારણે સુરતમાં લોકડાઉનનો ચુસ્ત અમલ માટે હવે CISFના જવાનો સુરત પહોંચી ગયા છે. સુરતમાં બે કેન્દ્રીય સુરક્ષા દળોની કંપની ફાળવવામાં આવી છે.
સુરતમાં લોકડાઉનનો ચુસ્ત અમલ માટે RAF બાદ હવે CISF જવાનોએ પણ કમાન સંભાળી લીધી
આ સંભાવનાઓ વચ્ચે CISFની બે કંપની પણ સુરત આવી પહોંચી છે. સુરતના તમામ વિસ્તારો જ્યાં લોકડાઉન ભંગ થઈ શકે, ત્યારે આવી સ્થિતિમાં CISF ની કંપનીને ત્યાં તેનાત કરવામાં આવશે.
ખાસ કરીને સુરતમાં હાલ જે સ્થળો પર શ્રમિકોની સંખ્યા વધારે છે અને ભવિષ્યમાં ઘર્ષણ થવાના એંધાણ લાગશે ત્યાં આ CISFના જવાનોને તૈનાત કરી શકાય છે.