ગુજરાત

gujarat

ETV Bharat / state

કરફ્યૂનો ભંગ કરનારા યુવાનને CISF જવાને આપી 'દેડકા ચાલ'ની સજા - latest news of corona virus

કોરોના પોઝિટિવ કેસ માટે હોટસ્પોટ બની ગયેલા વિસ્તારોમાં કરફ્યૂનો ભંગ કરનારા લોકો સામે હવે CISFના જવાનોની બાઝ નજર છે. CISFના જવાનો કરફ્યૂનો ભંગ કરનારા લોકોને ખાસ ટાસ્ક આપી રહ્યા છે. CISFના જવાનો દ્વારા કરફ્યૂનો ભંગ કરનારા લોકોને સુરત પોલીસની જેમ મરઘાં નથી બનાવવામાં આવતા પરંતુ તેઓને દેડકાની જેમ કુદાવે છે. CISF જવાનોની આ સજા જાણે એક સ્પેશિયલ ટાસ્ક હોય એવું લાગે છે.

કરફ્યુનો ભંગ કરનાર યુવાનને CISF જવાને આપી 'દેડકા ચાલ' ની સજા
કરફ્યુનો ભંગ કરનાર યુવાનને CISF જવાને આપી 'દેડકા ચાલ' ની સજા

By

Published : Apr 18, 2020, 3:25 PM IST

સુરત: શહેરના ઝાપા બજાર વિસ્તારમાં કરફ્યૂ લગાડવામાં આવ્યો છે. કરફ્યૂના સમયે એક યુવાન બિનજરૂરી રીતે ઘરથી બહાર નીકળ્યો હતો. આ યુવાન પર CISFના જવાનોની નજર પડી તો તેને બહાર નીકળવાનું કારણ પૂછવામાં આવ્યું હતું. યોગ્ય કારણ નહીં મળતાં CISFના જવાનોએ તેને એક ખાસ સજા આપી હતી. આ યુવાનને બેસાડી કાન પકડવાનું કહ્યું અને દેડકાની જેમ કુદતા-કૂદતા આગળ જવાનું કહ્યું હતું. યુવાનની પાછળ પોતે CISFના જવાન પણ ચાલે છે. યુવાન કાન પકડયા બાદ બેસી ગયો હતો અને કૂદીને સજા પુરી કરે છે. જેનો વીડિયો ત્યાંના રહીશો દ્વારા બનાવવામાં આવ્યો છે.

કરફ્યુનો ભંગ કરનાર યુવાનને CISF જવાને આપી 'દેડકા ચાલ' ની સજા
આશરે 2.14 સુધીના આ વીડિયોમાં જોવા મળે છે કે, યુવાનને કરફ્યુનો ઉલ્લંઘન કરવું કેટલું ભારે પડ્યું છે. સજા રૂપે તેણે દેડકા ચાલ ચાલવી પડી હતી.

ABOUT THE AUTHOR

...view details