સુરત:આસો માસના નોરતામાં જેમ ગરબા રમવાનું મહત્વ છે. એવી જ રીતે ચૈત્રી નોરતા વ્રત અને ઉપાસનાના પર્વ માનવામાં આવે છે. નવ દિવસ સુધી માતાજીના પાઠ તેમજ અનુષ્ઠાન કરીને ભાવિકો ભવ ભવનું પુણ્ય બાંધે છે. સુરતમાં આવેલા માતાજીના મંદિરોમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે પહોંચ્યા હતા. મંદિરોમાં માતાજીના નામના જય જયકાર સાથે નોરતાના પ્રથમ દિવસની શરૂઆત થઈ હતી. તેમજ આદ્યશક્તિની આરતી સાથે મંદિરથી આવી કોઈ પોતાના વ્રત તાપ શરૂ કર્યા છે. નવ દિવસ સુધી ઉપવાસ તેમજ આરાધના કરીને માઈ ભક્તો પોતાના જીવનમાં પુણ્યનીપોથી મજબૂત કરશે.
ચૈત્રી નવરાત્રીનું મહત્વ:ચૈત્રી નવરાત્રીનું પણ ખુબ જ મહત્વ માનવામાં આવે છે. કારણ કે, ચૈત્રી નવરાત્રીમાં ચંડીપાઠ, અનુષ્ઠાન, દૈવીયજ્ઞ કરાવવું ફળદાયી માનવામાં આવે છે .તે ઉપરાંત ચૈત્રી નવરાત્રીમાં કઠિન સાધના, કઠિન વ્રતનું મહત્ત્વ પણ માનવામાં આવે છે.ત્યારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો તેમાં વલસાડ પાસે આવેલ પાનેરા માતાજીનું મંદિર શક્તિપીઠ માનવામાં આવે છે. ત્યારે બીજું સુરત શહેરમાં આવેલ ભાગળ પરના માતાજીનું મંદિર અને બીજું પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલ અંબિકા નિકેતન મંદિરનું ખૂબ જ મહત્વ ગણવામાં આવે છે.
આ પણ વાંચો Surat News : દેશમાં પહેલીવાર કોલેજમાં આર્મી, નેવી અને એરફોર્સનો કોર્સ શરૂ