સુરત : સોશિયલ મીડિયાના માધ્યમથી ચાઈનીઝ દોરાનું વેચાણ કરતા બે આરોપીની (Chinese door Quantity in Surat) સુરત પોલીસે ધરપકડ કરી છે. એક આરોપીની ડીંડોલી તો બીજા આરોપીની વરાછા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. ફેસબુકના માધ્યમથી વરાછા વિસ્તારમાં રહેતા શખ્સને ચાઈનીઝ દોરાનું વેચાણ કરતો હતો. પોલીસે તેની પાસેથી 4,000ની કિંમતના 40 નંગ દોરીના બોબીન કબજે કર્યા હતા. (Chinese door selling in Surat)
ચાઈનીઝ દોરા સામે લાલ ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પોલીસે પ્રતિબંધિત અને ઘાતક ચાઈનીઝ દોરીના વેચાણ કરતા લોકો સામે આ લાલ આંખ કરી છે. સુરત ડિંડોલી પોલીસને માહિતી મળી હતી કે, ડિંડોલી વિસ્તારમાં આવેલા રામી પાર્ક સોસાયટી પાસે શાકભાજી માર્કેટ નજીક એક વ્યક્તિ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરી રહ્યો છે. પોલીસે મળેલી માહિતી મુજબ ઘટના સ્થળે દરોડો પાડીને 23 વર્ષીય રાજેશ સંતની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી મોનોસ્કાય કંપની લખેલ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 3000ની કિંમતના 15 નંગ દોરીના બોબીન કબજે કર્યા હતા. આરોપી સામે ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. (Chinese door selling in Varachha)
40 બોબીન જપ્તઝોન 2 LCB શાખાને માહિતી મળી હતી કે, એક વ્યક્તિ ફેસબુક સહિત અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી ચાઈનીઝ દોરી વેચી રહ્યો છે. ફેસબુકના માધ્યમથી લોકોને ચાઈનીઝ દોરી ખરીદવા બાબત તે મેસેજ પણ કરી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે તપાસ કરી શહેરના વરાછા વિસ્તાર ખાતેથી કૃણાલ કથિરિયાની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી 4,000ની કિંમતની મોનોકાઇટ ફાઈટર નામની પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 40 બોબીન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. (Chinese door selling in Dindoli)