ગુજરાત

gujarat

ETV Bharat / state

Children Mobile Syndrome: મોબાઈલ જોતા જોતા બાળકી ઘરેથી નીકળી ટ્રાફિકથી ધમધમતા રોડ પર પહોંચી, પોલીસે બચાવી - પોલીસ સ્ટેશનમાં પહોંચાડી

આજે બાળકોમાં વ્યાપક પ્રમાણમાં ચિલ્ડ્રન મોબાઈલ સિન્ડ્રોમ જોવા મળી રહ્યો છે. સુરતના કામરેજમાં એક બાળકી મોબાઈલમાં વ્યસ્ત હતી અને ઘરેથી નીકળી ટ્રાફિકથી ધમધમતા રોડ પર પહોંચી ગઈ. પોલીસની સમયસૂચકતાથી બાળકી બચી ગઈ. વાંચો મોબાઈલમાં ભાન ભૂલેલી બાળકી અને તેના બચાવ વિશે વિગતવાર

મોબાઈલ જોતા જોતા બાળકી ઘરેથી નીકળી ટ્રાફિકથી ધમધમતા રોડ પર પહોંચી
મોબાઈલ જોતા જોતા બાળકી ઘરેથી નીકળી ટ્રાફિકથી ધમધમતા રોડ પર પહોંચી

By ETV Bharat Gujarati Team

Published : Oct 10, 2023, 1:37 PM IST

બાળકોમાં વ્યાપક પ્રમાણમાં ચિલ્ડ્રન મોબાઈલ સિન્ડ્રોમ

સુરતઃ કામરેજ વિસ્તારમાં એક 3 વર્ષની બાળકી મોબાઈલમાં એટલી બધી ઓતપ્રોત થઈ ગઈ કે આસપાસની પરિસ્થિતિનું કંઈ ભાન જ ન રહ્યું. મોબાઈલ સાથે રમતા રમતા બાળકી ઘરેથી નીકળી ટ્રાફિકથી ધમધમતા રોડ પર પહોંચી ગઈ હતી. પોલીસે આ બાળકીને વ્હીકલના વમળમાં જોઈ અને સમયસૂચકતા વાપરી હતી. પોલીસની સમયસૂચકતાને લીધે બાળકી અકસ્માતનો ભોગ ન બની અને બાળકીનું પરિવાર સાથે પુનઃ મિલન થયું.

મોબાઈલમાં વ્યસ્તઃ આજકાલ બાળકો ચિલ્ડ્ર્ન મોબાઈલ સિન્ડ્રોમનો ભોગ બની રહ્યા છે. બાળકોના મોબાઈલ વળગણમાં તેમનું બાળપણ, ભોળપણ અને માસૂમિયત ગુમ થઈ રહ્યા છે. સુરતના કામરેજ વિસ્તારમાં એક પરિવાર ઘરકામમાં વ્યસ્ત હતો. તે સમયે પરિવારની 3 વર્ષની બાળકી મોબાઈલ રમતા રમતા ઘરની બહાર નીકળી ગઈ. આ બાળકી મોબાઈલમાં એટલી વ્યસ્ત હતી કે તે ક્યારે ટ્રાફિકથી ધમધમતા રોડ પર પહોંચી ગઈ તેનું તેણીને ભાન જ ન રહ્યું.

પરિવારમાં ચિંતાઃ થોડી વાર બાદ ઘરમાં બાળકી ન જોવા મળતા પરિવારે તેની શોધખોળ આરંભી. આસપાસના ઘરોમાં બાળકી ન મળતા પરિવારને પરિસ્થિતિની ગંભીરતા સમજાઈ ગઈ. પરિવારે ઘરથી દૂરના સ્થળો પર તપાસ આરંભી દીધી. પરિવારના મહિલા સભ્યોમાં રોકકળ મચી ગઈ હતી.

પોલીસ સ્ટેશન પહોંચી બાળકીઃ ટ્રાફિકથી ધમધમતા રોડ પર બાળકી મોબાઈલમાં વ્યસ્ત હતી. પોલીસને સમગ્ર ઘટનાનો ખ્યાલ આવી ગયો. પોલીસે સમયસૂચકતા વાપરી બાળકીને રોડ પરથી પોલીસ સ્ટેશન પહોંચાડી. બાળકીને નાસ્તો આપી, સમજાવી પોલીસે બાળકી પાસેથી મોબાઈલ લીધો. મોબાઈલ પરથી પરિવારને સમગ્ર ઘટનાની જાણ કરાઈ.

અમે ઘરના કામમાં વ્યસ્ત હતા તે દરમિયાન અમારી ભાણી હાથમાં મોબાઈલ લઈને નીકળી ગઈ હતી. કામરેજ ચાર રસ્તા ખાતે અમે ગયા ત્યારે એ પોલીસ સ્ટેશનમાં સહી સલામત મળી હતી. પોલીસે અમને સૂચના આપી બાળકી પરત કરી હતી...વિદ્યાદેવી(છોકરીના નાની, કામરેજ)

પરિવાર સાથે પુનઃમિલનઃ હાંફળો ફાંફળો પરિવાર પોલીસ સ્ટેશન દોડી આવ્યો. બાળકીને સલામત જોતા પરિવારના જીવમાં જીવ આવ્યો. પોલીસે પરિવારને સૂચના અને માર્ગદર્શન આપ્યા. પોલીસે પરિવારને ભવિષ્યમાં ધ્યાન રાખવા શીખામણ પણ આપી. ત્યારબાદ પોલીસે આ બાળકીનો કબ્જો પરિવારને સોંપ્યો હતો. પરિવારે પોલીસની માનવતા અને ફરજનિષ્ઠાની પ્રશંસા કરી આભાર માન્યો હતો.

  1. Children are going missing in Jamnagar : જામનગરમાંથી વધુ બે બાળકો થયા ગુમ, ભણતરનો ભાર કે બીજું કંઇ કારણભૂત?
  2. Childhood and social media: સોશિયલ મીડિયાની ચુંગાલમાં ફસાઈ રહ્યું છે બાળપણ, એક સર્વેમાં સામે આવ્યું ચિંતાજનક સત્ય

ABOUT THE AUTHOR

...view details