દશેરાનું પર્વ નજીક આવી રહ્યું છે. સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કતારગામ સ્થિત ફરસાણની દુકાનોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગની ટીમ દ્રારા શહેરની ગાયત્રી ફરસાણની દુકાનમાં તપાસ કરવામાં આવી હતી. તેમજ અલગ અલગ ઝોનમાં સુરત મહાનગર પાલિકાના આરોગ્ય એન્ડ ફૂડ વિભાગની ટીમે તપાસ શરૂ કરી દીધી હતી.
સુરતમાં દશેરાને લઈ આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા ફરસાણની દુકાનોમાં ચેકિંગ કરાયું - આરોગ્ય એન્ડ ફૂડ વિભાગ ટીમ સુરત
સુરત : દશેરાના પર્વને લઈ સુરત મહાનગર પાલિકાના આરોગ્ય આને ફૂડ વિભાગ દ્વારા શહેરની ફરસાણની દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી.
etv bharat
આ દશેરાના પર્વમાં ફાફડા અને જલેબીનું ધૂમ વેચાણ થાય છે. આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા બિનઆરોગ્યપ્રદ ફાફડા-જલેબીના વેચાણ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ અલગ-અલગ ફરસાણની દુકાનોમાં હલકી કક્ષાના ઘીમાં બનાવાતી જલેબી તેમજ તેલમાં તળાતા ફાફડાના સેમ્પલો લેવામાં આવ્યા હતા.
આ તમામ સેમ્પલો લઈ પૃથક્કરણ માટે લેબમાં મોકલવાની તજવીજ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી.