ગુજરાત

gujarat

ETV Bharat / state

ISRO Chandrayaan 3: હાથમાં હનુમાન ચાલીસા અને ગાયત્રી પાઠ કરીને શાળાના વિદ્યાર્થીઓએ ચંદ્રયાન-3 ની સફળ લોન્ચિંગ માટે પ્રાર્થના કરી - સફળ લોન્ચિંગ માટે પ્રાર્થના કરી

વિદ્યાકુંજ ખાતે શાળાના આશરે 1500 જેટલા વિદ્યાર્થીઓએ ચંદ્રયાન-3 સફળ થાય તે માટે હનુમાન ચાલીસા અને ગાયત્રી મંત્રનું પઠન કર્યું હતું. હાથમાં તિરંગા લઈ તેઓ ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા હતા કે વેજ્ઞાનિકો દ્વારા જે મહેનત કરવામાં આવી છે તે સફળ થાય.

chanting-hanuman-chalisa-and-gayatri-in-hand-school-students-prayed-for-the-successful-launch-of-chandrayaan-3
chanting-hanuman-chalisa-and-gayatri-in-hand-school-students-prayed-for-the-successful-launch-of-chandrayaan-3

By

Published : Jul 14, 2023, 2:56 PM IST

વિદ્યાર્થીઓએ ચંદ્રયાન-3 ની સફળ લોન્ચિંગ માટે પ્રાર્થના કરી

સુરત:માત્ર દેશ જ નહીં પરંતુ આખા વિશ્વની નજર ઈસરોના હેડ ક્વાર્ટર પર છે કારણ કે આજે ભારતનું મહત્વ પૂર્ણ ચંદ્રયાન ત્રણ લોન્ચ થવા જઈ રહ્યું છે. દેશભરના લોકો તેની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે સુરતમાં વિદ્યા કુંજ ખાતે શાળાના આશરે 1500 જેટલા વિદ્યાર્થીઓએ ખાસ પ્રાર્થના કરી હતી. એટલું જ નહીં હનુમાન ચાલીસા અને ગાયત્રીપાઠ મંત્રનું પણ પઠન કર્યું હતું. આ વિદ્યાલયમાં ચંદ્રયાન ત્રણની વિશાળકાય રંગોળી પણ બનાવવામાં આવી છે. જેથી બાળકોમાં દેશભક્તિની સાથે વૈજ્ઞાનિકો પ્રત્યે આદરનો ભાવ વધે.

સુરત શહેરના અડાજણ વિસ્તાર ખાતે આવેલા વિદ્યાકુંજ શાળામાં વિદ્યાર્થીઓ સવારે ચંદ્રયાન ત્રણની લોન્ચિંગ માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા. આશરે 1500 જેટલા વિદ્યાર્થીઓએ એકસાથે ગાયત્રી પાઠ અને હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું. હાથમાં તિરંગા લઈ તેઓ ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા હતા કે વેજ્ઞાનિકો દ્વારા જે મહેનત કરવામાં આવી છે તે સફળ થાય. શાળાની અંદર 13/7 ફૂટની રંગોળી પણ બનાવવામાં આવી હતી. આ રંગોળી ચંદ્રયાન ત્રણની પ્રતિકૃતિ છે. તેંની નજીક બેસીને હાથમાં તિરંગા લઈ બાળકોએ ચંદ્રયાન-3ની સફળતા માટે પ્રાર્થના કરી હતી.

દેશનો રાષ્ટ્રીય ધ્વજ ચંદ્ર પર જોવા મળે:તેઓના હાથમાં તિરંગા અને હનુમાન ચાલીસા હતી. તમામ વિદ્યાર્થીઓ હાથ જોડીને એકસાથે પ્રાર્થના કરી રહ્યા હતા કે દેશના વૈજ્ઞાનિકો એ જે રાત દિવસ મહેનત કરી અંતરીક્ષમાં ભારતનો તિરંગા લહેરાવવા માટેનો પ્રયાસ કર્યો છે તે સફળ થાય. દેશનો રાષ્ટ્રીય ધ્વજ ચંદ્ર પર જોવા મળે વિદ્યાર્થીઓએ આત્મનિર્ભર ભારત દેશ વિશ્વ સામે ઉભરીને આવે તે માટે વહેલી સવારથી જ પ્રાર્થના કરવાની શરૂઆત કરી દીધી હતી. શાળાના વિદ્યાર્થીઓ સાથે તેમના શિક્ષક અને આચાર્યો પણ જોડાયા હતા. વિદ્યાર્થીઓ ચંદ્રયાન ત્રણની લોન્ચિંગ લાઈવ જોઈ શકે આ માટે શાળાની અંદર મોટી સ્ક્રીન પણ લગાવવામાં આવી છે.

'આજે અમારા ભારતના ગૌરવ ચંદ્રયાન ત્રણ નું લોન્ચિંગ થવા જઈ રહ્યું છે ત્યારે વિદ્યાકુંજ શાળાના કેમ્પસમાં પણ ગણેશજી અને હનુમાન જી સામે અમે પ્રાર્થના કરી રહ્યા છે કે આ સફળ લોન્ચિંગ થાય. સવારથી જ શાળાના વિદ્યાર્થીઓ પ્રાર્થના કરી રહ્યા છે કે દેશના વૈજ્ઞાનિકો મહેનતથી આ ચંદ્રયાન બનાવ્યું છે જેથી 140 કરોડ દેશવાસીઓની આશા છે કે આ સફળ થાય. આ ભાવ સાથે આજે અમે શાળાની અંદર પ્રાર્થના કરી રહ્યા છે. અમારા દેશના વૈજ્ઞાનિકોને શુભેચ્છા આપીએ છીએ. મારી શાળાના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના પંદરસો જેટલા વિદ્યાર્થીઓ સવારથી જ પ્રાર્થના કરી રહ્યા છે કે દેશના વૈજ્ઞાનિકો સફળ થાય.' -મહેશભાઈ પટેલ, ડિરેક્ટર, વિદ્યાકુંજ શાળા

વૈજ્ઞાનિકોની મહેનત સફળ થાય:શાળા વિદ્યાર્થીની પ્રતિષ્ઠાએ જણાવ્યું હતું કે, આજે અમારા દેશના વૈજ્ઞાનિકો દ્વારા જે ચંદ્રયાન બનાવવામાં આવ્યું છે તેની લોન્ચિંગને લઈ અમે ઉત્સવ મનાવી રહ્યા છે. અમારી શાળામાં પાંચ દિવસની મહેનતથી આ રંગોળી બનાવવામાં આવી છે. ગાયત્રી મંત્ર સાથે સંકટમોચન હનુમાનજીના ચાલીસા પાઠ કરી અમે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે વૈજ્ઞાનિકોની મહેનત સફળ થાય. ભારતનો રાષ્ટ્રધ્વજ જ્યારે પર લહેરાશે ત્યારે અમને ખૂબ જ ખુશી થશે.

  1. ISRO Chandrayaan 3: ચંદ્રયાન માટે કાઉન્ટડાઉન શરૂ, ઉડાન માટે યાન તૈયાર
  2. Chandrayaan 3: ઘણા દેશો ISRO સાથે કામ કરવા આતુર, ખગોળશાસ્ત્રી રમેશ કપૂરનું મોટું નિવેદન

ABOUT THE AUTHOR

...view details