ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં ઝરમર વરસાદ સાથે જોવા મળ્યું ચંદ્રગ્રહણ - Science

સુરત: ભારતમાં ગ્રહણનું ખાસ્સુ મહત્વ છે. ત્યારે 12 જુલાઈ વર્ષ 1870 બાદ દુર્લભ ચંદ્રગ્રહણની ખગોળીય ઘટના જોવા મળી છે. આ ગ્રહણ સુરતમાં પણ સાફ રીતે જોવા મળ્યું હતું.

સુરતમાં ઝરમર વરસાદ સાથે જોવા મળ્યું ચંદ્રગ્રહણ

By

Published : Jul 17, 2019, 9:55 AM IST

149 વર્ષ બાદ ચંદ્રગ્રહણનો સંયોગ સર્જાયો છે. સુરત સહિત ઉત્તર અમેરિકા જેવા રાજ્યોમાં ચંદ્રગ્રહણની ખગોળીય ઘટના જોવા મળી હતી. જ્યાં ગુરુપૂર્ણિમાના ઠીક દોઢ વાગ્યાના અરસામાં આ ખંગોલીય ઘટના શરૂ થઈ અને સાડા ચાર વાગ્યાના ટકોરે મોક્ષમાં પરિવર્તિત થઈ હતી.

સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવી જતા ચંદ્રગ્રહણની ખગોળીય ઘટના બનવા પામી હતી. પૃથ્વીનો પડછાયો સીધો ચંદ્ર પર પડવાથી સૂર્યના કિરણો ચંદ્ર સુધી પોહચી ન શકવાના કારણે ચંદ્રગ્રહણનો આ દુર્લભ સંયોગ સર્જાયો હતો.

ત્યારે સુરતમાં વાદળછાયા વાતાવરણ અને ઝરમર વરસાદ વચ્ચે ચંદ્રગ્રહણના મહદ અંશે દ્રશ્યો જોવા મળ્યા હતા. વૈજ્ઞાનિક કારણો માનવામાં આવે તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનો કક્ષાપથ તફાવત પાંચ અંશનો છે. જેથી ચંદ્ર ક્યારેક પૃથ્વીની ઉપરથી તો ક્યારેક નીચેથી પસાર થાય છે.

દુર્લભ માનવામાં આવતી ચંદ્રગ્રહણની આ ઘટના વધુમાં વધુ વર્ષમાં 3 વખત પૂનમના દિવસે જોવા મળતી હોય છે. જો કે ચોક્કસ આવી દુર્લભ ઘટના જોવા મળે તે પણ નક્કી હોતું નથી. ચંદ્રગ્રહણ આંશિક અને પૂર્ણ હોય છે .

સુરતમાં ઝરમર વરસાદ સાથે જોવા મળ્યું ચંદ્રગ્રહણ

ABOUT THE AUTHOR

...view details